Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 202
________________ 192 આશા અને ધીરજ “કઈ નહિ, કંઈ નહિ; સોગંદ ખાવાની જરૂર નથી. બારીને કાચ કાપ્યો છે, ટેબલ તેડવા પ્રયત્ન આદર્યો છે, ચોર-ફાનસ સાથે રાખ્યું છે. બધું સમજી જવાય તેવું છે. તમે હજુ પણ પહેલાંની જેમ ઝવેરીના ખૂની, હીરાચાર કેડરો જ રહ્યા છો !' ‘એ ખૂન....મારી પત્નીને જ વાંક હતો, મારો નહિ. મને તેથી સખત કેદની સજા જ થઈ હતી, ફાંસીની નહિ.' ‘તમે તમારી સજા પૂરી કરીને જ પાછા ફર્યા હશો !' ના પ્રભુ, મને કોઈએ ભગાડી મૂક્યો.' “એ માણસે એમ કરીને સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો છે, નહિ વારુ! પણ એમ કેદમાંથી નાસી છૂટેલા હોઈ, આ કામ કરતાં પકડાશો, તે સીધા ફાંસીએ જ ચડશો, એ કાયદાની ખબર તે છે ને?' “પ્રભુ, મને બચાવો, મારા ઉપર દયા કરો! હું હવે કદી....' હવે હું તમારી એ જૂઠી કાકલૂદીઓથી ભરમાઈ જાઉં તેવો નથી. છતાં મારી આગળ બધી વાત સાચેસાચી કબૂલ કરી દેશો, તો વળી વિચાર કરું ખરો. ઠીક, તમને કેદખાનામાંથી કોણે ભગાડ્યા વારુ?” એક અંગ્રેજે. તેનું નામ લૉર્ડ વિલ્મોર હતું. વહાણ ઉપર મારી સાથે બેનેડીટો નામને કેદી સાથીદાર હતો. એક વખત અમે બેડી પહેરી બંદર ઉપર કામ કરવા ઊતર્યા હતા, તેવામાં તેણે અમને જોયા. બેનેડીટો ઉપર તેને ભાવ ઊપજે, એટલે તેણે અમને બંનેને બેડી કાપવાનાં સાધન પૂરાં પાડવાં તથા નાસી છૂટવામાં મદદ કરી.” “એ અંગ્રેજ પણ મારો ભાઈબંધ થાય છે. તેને દર વર્ષે બે દુ:ખી તથા પસ્તાતા જનમટીપના કેદીઓને છૂટા કરવાનું વ્રત છે. પણ આ વખતે તેણે બહુ સારા લોકોને ભગાડવામાં મદદ કરી લાગે છે! પણ પછી પેલા તમારા સાથીદાર બેનેડીટોનું થયું?' “મને તેની કશી ખબર હવે નથી.’ જુઠ્ઠા ! એ માણસ હજુ તારો મિત્ર છે અને હું તેના આપેલા પૈસા ઉપર જીવે છે !'

Loading...

Page Navigation
1 ... 200 201 202