________________
૧૩૬
આશા અને ધીરજ તરફથી ભેટ તરીકે પાછા સ્વીકારવા બહુ બહુ વિનંતી કરી હતી. જો મેડમ તે નમ્ર ભેટ નહિ સ્વીકારે, તો ફ્રાંસમાં પોતાના આગમનની શરૂઆત આવી સ્નેહાળ બાનનું દિલ દુખવવાથી જ થઈ એમ માની, પોતાના દુ:ખને પાર નહિ રહે, એમ પણ કાઉંટે જણાવ્યું હતું.
તે ઘોડાઓ મૂળ સામાન સાથે જે પાછા મોકલ્યા હતા; ફેર માત્ર એટલો જ હતું કે, બંને ઘડાના કપાળ વચ્ચે એક એક મોટો હીરો સુંદર સેર વડે લટકાવેલ હતું.
અલીને ગાળિયે તે જ દિવસે સાંજે કાઉંટ અલીને લઈને ઑટીલવાળા પોતાના બીજા મકાને ચાલ્યો ગયો.
બીજે દિવસે બપોરના ત્રણ વાગતાં કાઉન્ટ અલીને બોલાવીને કહ્યું, “તને દેરડાનો ગાળિયો નાખતાં બહુ સરસ આવડે છે તે વાત ખરી છે?”
અલીએ ઉપરાછાપરી નિશાનીઓ કરી કાઉટને સમજાવી દીધું કે, એક વાર હુકમ કરી જુઓ; ગમે તેને ગાળિયા વડે બાંધી કે ગબડાવી શકું છું કે નહિ !
તું તેફાને ચડેલા આખલાને ગાળિયો નાખી રોકી શકે?' અલીએ નિશાનીઓ કરીને હા કહી. . “વાઘને?” અલીએ તે જ પ્રમાણે “હા”માં જવાબ આપ્યો. અને સિંહને ?'
અલીએ કુદકા મારીને તથા હાથ વીંઝીને સમજાવી દીધું કે, તેણે ગાળિયો નાખી કેટલાય સિંહોને શિકાર કર્યો છે.