________________
૧૪૪
આશા અને ધીરજ
પ્રેમી ઍસિમિલિયન મૉરેલ સાથે વાત કરતી હતી. મૅકિસમિલિયન અને વેલેન્ટાઇનનાં યુવાન પ્રેમી હૃદયા ઈશ્વરની કોઈ અજ્ઞાત યોજના હેઠળ આ વિશાળ જગતમાં એકબીજાને શોધી કાઢી દોઢેક વર્ષથી પ્રેમની ગાંઠે બંધાયાં હતાં.
વેલેન્ટાઇનને જોતાં જ કાઉન્ટ મૅડમને યાદ કરાવ્યું કે થોડાં વર્ષ અગાઉ તમે બધાં મને ઈટાલીમાં કયાંક ભેગાં થયાં હતાં ! મૅડમને થેાડા પ્રયત્ન બાદ યાદ આવ્યું કે, વેલેન્ટાઇનને બે વર્ષ પહેલાં ફેફસાંની બીમારી અંગે હવાફેર કરાવવા નેપલ્સ લઈ જવી પડી હતી, તે વખતે એક જગાએ તેને એક હકીમ જેવા જાણીતા માણસ સાથે મુલાકાત થઈ હતી.
કાઉન્ટે જણાવ્યું કે, ‘એ હકીમ હું જ હતો ! ત્યાં હોટેલમાં હુ રહેતા હતા તે દરમ્યાન હોટેલના એક-બે જણની બીમારીના ઉપચાર મેં કર્યા હાવાથી, હાટેલવાળાએ મને હકીમ ઠરાવી દીધા હતા ! અલબત્ત, પૂર્વના દેશામાં મારે ઘણા વખત રહેવું પડયું હોવાથી, મને ત્યાંની કેટલીક અદ્ભુત ઉપચાર-પદ્ધતિઓનું ઠીક ઠીક જ્ઞાન છે ખરું. તથા કેટલીક રામબાણ દવા પણ હું મારી પાસે રાખું છું. જેમ કે, એક દવા વડે મેં તમારા આ પ્રિય પુત્રને હાશમાં આણ્યા હતા. અલબત્ત, એ દવા એક કારમુ ઝેર છે, તેથી તેના ઉપયોગ બહુ સાચવીને કરવા પડે છે. કેટલાંય ઝેરી એ રીતે યોગ્ય માત્રામાં વાપરવામાં આવે, તેા કેટલાક અસાધ્ય રોગો ઉપર રામબાણ ઔષધનું કામ દે છે.'
મૅડમે એ દવાના ઉપયોગની બાબતમાં રસ દેખાડવા જેવું કરી, ખરી રીતે એ ઝેરોની ખાસિયત અને તાકાત વિષે જ કાઉન્ટને પૂછવા માંડયું. દરમ્યાન તેણે પેાતાના પુત્રને તથા વેલેન્ટાઇનને જુદે જુદે બહાને ઓરડાની બહાર કાઢયાં.
કાઉન્ટને તેના મનની વાત સમજી જતાં વાર ન લાગી. તેણે પણ વિગતથી વર્ણન કરતાં જણાવ્યું કે, ‘ પૂર્વના દેશામાં રાજમહેલામાં તથા ધિનકોનાં ઘરોમાં રાજખટપટ તથા ઘરખટપટ બહુ ચાલતી હોય છે, અને