Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 190
________________ આશા અને ધીરજ મારફતે જલદી મળવા આવવા કહેવરાવ્યું હતું. એનું કારણ જાણવાની ઇંતેજારીથી ઘોડાગાડી કે બીજું કાંઈ વાહન મળે તેની રાહ જોયા વિના, પગે ચાલવાથી જ જલદી પહોંચાશે એમ માની, તે વેગથી ચાલતે નીકળ્યો હતો. બિચારો બુઢો બેરોઇસ મૉકેસમિલિયનના પગની તાકાત તથા પિતાના માલિકના સંદેશાએ તેના હૃદયમાં પ્રગટાવેલો ઉમંગ જોઈ હસતે હસતો તેની પાછળ પિતાનાથી થાય તેટલું જોર કરતો ઘસડાતે હતો ! મેકિસમિલિયન આવી પહોંચતાં જ ડોસાએ તેને બધું કહી બતાવવા વેલેન્ટાઇનને નિશાની કરી. - વેલેન્ટાઇને જણાવ્યું કે, “મારા દાદા આ ઘરમાંથી નીકળી બીજે જુદા રહેવા જવા માગે છે. બેરોઇસ તેમને માટે સગવડભર્યું મકાન શોધે છે. હવે જો મારા બાપુજી મને તેમની સાથે રહેવા જવા રાજીખુશીથી પરવાનગી આપશે, તો હું પણ તેમની સાથે જ અહીથી નીકળીશ; પણ જો તે ના પાડશે, તો અઢાર મહિના બાદ હું પુખ્ત ઉમ્મરની થઈશ ત્યારે સ્વતંત્ર બન્યા પછી............” “પછી શું?’ મેંકિસમિલિયને ઉતાવળથી બાકીનું જાણવા પૂછયું. “પછી, મારા દાદાની અનુમતિથી હું તમને આપેલા વચનમેં પાલન કરીશ .” એટલું બોલતાંમાં તો વેલેન્ટાઇનના કાનનાં ટેરવાં સુધ્ધાં લાલ થઈ ગયાં અને તેની આંખો શરમથી ઊભરાતી નીચે ઝુકી ગઈ. ઍકિસમિલિયન એ સાંભળી, તરત ડોસા આગળ આભારભર્યા હદયે ઘૂંટણિયે પડયો અને થોડી વાર પછી ઊંચી નજર કરી એટલું જ બોલ્યો : “ભલા ભગવાન, શા પુણ્ય હું મારા જીવનમાં આ દિવસ જોવાને ભાગ્યશાળી થયો છે!” નોઇરટિયર ડોસા એ જુવાન પ્રેમી તરફ વાત્સલ્યભરી આંખે જોઈ રહ્યા. બુઢ્ઢો બેઇસ પણ કપાળ ઉપરનો પરસેવો લૂછતો લૂછતો હસી રહ્યો. અરે! બિચારા બુઢ્ઢા બેરાઈસને કેટલો બધો ઘામ લાગે છે!” વેલેન્ટાઇને કહ્યું.

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202