________________
૧૮૨
આશા અને ધીરજ
થાય છે ? મારી આંખા નીકળી પડે છે! મને કોઈ અડશે। નહિ !' એટલું બેલતાં બોલતાંમાં તે બેભાન બનીને ગબડી જ પડયો.
‘દાક્તર ! દાકતર દ' એવરીની ! જલદી દાડા, જલદી દાડો !’ વેલેન્ટાઇને ચીસ પાડી.
વેલેન્ટાઇનની બૂમે સાંભળી વિલેફૉર્ટ એકદમ રડ'માં ધસી આવ્યા. મૅકિસમિલિયન એક પડદા પાછળ છુપાઈ ગયા. બેરોઇસ માં વિચિત્ર રીતે મરડાનું હતું. તેનું માં લાલચાળ થઈ ગયું હતું. તેના કપાળ ઉપરની નસા ફાટી જતી હોય તેમ ધબકતી હતી, અને તેના હાઠ ઉપર ફીણની ટસો જામી હતી.
મૅડમ વિલેૉર્ટ દાક્તરને બારોબાર પોતાના પુત્ર એડવર્ડને તપાસવા માટે બાલાવી ગઈ હતી. બૂમાબૂમ સાંભળી તે થાડી વારે એકલી આ તરફ આવી. તેણે નાઇરટિયર તરફ જરા તીવ્ર નજર કરી લીધી; પછી મરવા પડેલા બેરોઇસ તરફ જોયું.
'
મૅડમના કહ્યાથી દાક્તર કયાં છે તે જાણી, વિલેફૉર્ટ તેમને જલદી તેડી લાવવા પેાતાના પુત્રના ઓરડા તરફ દોડયો. મૅડમ ણ પાછળ પાછળ ગઈ. વેલેન્ટાઇને તે અવસર જોઈ મૅકિસમિલિયનને પડદા પાછળથી બહાર કાઢી વિદાય કરી દીધા.
દાક્તરે આવીને પહેલાં વિલેફૉર્ટ સિવાય સૌ કોઈને બહાર કાઢયા તથા કંઈક ભાનમાં આવેલા બેરાઇસને તપાસતાં તપાસતાં સવાલા પૂછવા માંડયા. તેણે આજે શું શું ખાધું-પીધું હતું તે પૂછતાં જણાયું કે, આજ સવારથી તેણે કાંઈ જ ખાધું ન હતું; માત્ર હમણાં બહારથી આવીને તેણે પેાતાના માલિકના લેમાનેડમાંથી એક પ્યાલા પીધેા હતે. દાક્તરે પૂછયું, ‘બાકીના લેમેનેડ કયાં છે? ‘નીચે, રસાડામાં. ’
તે સાંભળી દાક્તર પાતે જ એકદમ કૂદકો મારી રસેડા તરફના દાદર તરફ દોડયા. મૅડમ વિલેફૉર્ટ પણ તે વખતે દાદરો ઊતરી રસેાડા તરફ જતી હતી. દાક્તર ગાંડાની પેઠે ચાર પગથિયાં કૂદીને મૅડમને