________________
કરુણ ફેજ ઘણુ બાબતેને ૮૩ ઘસાઈને તેની પહેલાં રસોડામાં પહોંચી ગયા અને લેમનેડનું પાત્ર લઈ નાઇટિયરની ઓરડીમાં પાછા આવ્યા.
ત્યાં આવી તેમણે બેરોઈસને લેમોનેડનું પાત્ર બતાવ્યું તથા પૂછીને ખાતરી કરી લીધી કે, તેણે તેમાંથી જ પ્યાલો પીધો હતો. પછી તેમણે તેમાંથી થોડું લેમોનેડ હથેળીમાં લઈ સાચવીને ચાખી જોયું, અને તરત ઘૂંકી નાખ્યું. દાક્તરે પછી નેહરટિયરને પૂછયું: “આજનું લેનેડ તમને સહેજ કડવાશ પડતું લાગ્યું હતું?
ડોસાએ ‘હા’ની નિશાની કરી.
એટલામાં તે બેરોઇસ પાછો પછાડ ખાવા લાગ્યો. દાક્તરે જલદી જલદી તેને પૂછયું, “તને આ લેમોનેડ પીવા કોણે આપ્યું હતું?
વેલેન્ટાઇનબહેને જાતે પ્યાલો ભરી આપ્યો હતે !' આજનું લેમોનેડ બનાવ્યું કોણે હતું?” “મેં પોતે.” પછી તું તે તરત અહીં લાવ્યો હતો?
ના જી; મેં તેને રસોડાના ભંડારિયામાં તૈયાર કરીને મૂક્યું હતું, કારણ કે મને અધવચ બોલાવવામાં આવ્યો હતો.'
તે પછી તેને અહીં કોણ લાવ્યું?'
વેલેન્ટાઇનબહેન પોતે ! પણ દાક્તર સાહેબ, મને તમે કંઈક કરો, મારાથી નથી રહેવાતું, ઓ બાપરે ...”
એટલું બોલતાંમાં તો તે નીચે ગબડી પડ્યો અને તેના પ્રાણ ચાલ્યા ગયા.
દાક્તરે વિલેફૉર્ટ તરફ ફરીને કહ્યું, “ખલાસ!”
એટલી વારમાં જ?' વિલેફૉટૅ ફાટી ગયેલી આંખે પૂછયું : ‘કશો ઉપચાર પણ ન થઈ શક્યો!'
હા સાહેબ! આપના ઘરમાં લોકો ઝટ ઝટ જ મરી જાય છે. તેમને ઉપચાર થઈ શકે તેમ હોતું જ નથી! પહેલાં સેન્ટમેરાન, પછી