________________
કરુણ ફેજ : ઘણી બાબતાનો
૧૯૧
‘કારણ કે, મને ખબર ન હતી કે મારે શ્રીમાન મૉરેલના પગ સાથે હરીફાઈ કરવી પડવાની હશે! પગ તે ભગવાને મન દઈને તેમને દીધા છે, એમ મારે કબૂલ કરવું જોઈએ !' બેરોઇસ હસતા હસતા પણ કંઈક હાંફતા હોય એમ બાલ્યા.
નાઈરટિયરે પોતાની નજર એક તાસકમાં મૂકેલા લેમાનેડના પાત્ર તરફ ફેરવી. તેમાંથી હમણાં જ તેમણે એક પ્યાલેલા પીધા હતા. વેલેન્ટાઇને તેમની મરજી સમજી લઈ, બુઢ્ઢા બેરાઇસને એક પ્યાલા પોતાને હાથે ભરી આપ્યો તથા કહ્યું, ‘ આખી તાસક બહાર લઈ જા, અને વધુ જોઈએ તે વધુ પીને પછી નિરાંતે આવજે.'
બેરોઇસને તરસ ખૂબ લાગી હતી એટલે, ‘બહેનનું ભલું થો' એમ કહી, આખી તાસક સાથે તે બહાર નીકળ્યા. બહાર નીકળતાં જ વેલેન્ટાઇને ભરેલા પ્યાલા તે તે એકે શ્વાસે ગટગટાવી ગયા.
થોડી વાર બાદ વેલેન્ટાઇન અને મૅકિસમિલિયન એકબીજાની વિદાય લેતાં હતાં તેવામાં વિલેૉર્ટના દાદરા ઉપરના ઘાંટ વાગ્યા. શનિવારે બપારે દાક્તરના આવવાના વખત હતા, એટલે વેલેન્ટાઇને બેરોઇસને બાલાવ્યા.
દૂરથી આવતા હોય તેવા બેરાઇસના અવાજ સંભળાયા, ‘આવું છું, મોટીબહેન !'
‘ દાંટ કોણે વગાડયો ? ’
દાક્તર દ' એવરીની આવ્યા છે.' બેરોઇસ લથડિયું ખાતા
બાલ્યા.
‘ભલા ભગવાન, તને શું થાય છે, બેરોઇસ ? ’
બેરોઇસ કંઈ જવાબ આપવાને બદલે પોતાના માલિક તરફ ત્રાસભરી આંખાએ જોઈ રહ્યો, તથા કશાકના ટેકો લેવા તેણે હાથ લાંબા કર્યા. અરે, એ ગબડી પડવાના થયા છે કે શું?' મૅકિસમિલિયને
બૂમ પાડી.
બેરોઇસ હવે એકદમ ધ્રૂજવા લાગ્યા, અને ‘મને આ શું