Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 189
________________ કરુણ ફેજ ઘણી બાબતને ૧૭: નિર્ણય ઉપર ફરી વિચાર કરવાનેય થાય, એમાં નવાઈ પામવા જેવું શું છે?' ‘હું તમારું કહેવું ન સમજ્યો.” તાજેતરમાં કેટલાક નવા સંજોગો એવા ઊભા થયા છે કે..” એ બધા પોકળ શબ્દો વાપરી, બીજા કોઈને સમજાવજો! મારા જેવા આગળ તો આપેલું વચન પાછું ખેંચવા માટે સંતોષકારક એવાં કારણો દર્શાવવાં પડશે!' હા, હા; કારણો છે જ, પરંતુ અત્યારે તમને તે કહી બતાવવાં એ મારે માટે મુશ્કેલ છે.’ “પરંતુ સીધી ભાષામાં એનો અર્થ એટલો જ ને કે, તમે તમારી દીકરીનું લગ્ન મારા પુત્ર સાથે કરવા નથી માગતા ?' ના, હું માત્ર મારો નિર્ણય મુલતવી રાખવા માગું છું.' પણ તમે મગજમાં એ પવન તે નહીં જ રાખતા હો કે, હું તમારા મનસ્વી તરંગને માથે ચડાવ્યા કરું અને તમારી કૃપા ફરી મારા પ્રત્યે થાય તેની નમ્રપણે રાહ જોયા કરું !' જે તમારાથી રાહ ન જોવાય તેમ હોય, તે એ વિવાહ ફેક થયેલો ગણી શકો છો.' પણ તે માટે મને તમારે સંતોષકારક ખુલાસો કરવો પડશે; કારણ કે, આ તે મારું અપમાન કરવા બરાબર છે.' “હું એ કારણે તમને ન દર્શાવવા જેટલી મહેરબાની તમારી ઉપર કરું છું, એમ જ માનજો.” ડેગ્લસેં ખંધાઈથી કહ્યું. મૉર્સર્ફ ક્રોધથી દૂવાંવૂવાં થતો, પગ પછાડ, ત્યાંથી થોડી વાર બાદ ચાલી નીકળ્યો. પણ બીજી બાજુ, બીજો એક જણ તેથી ઊલટા જ કારણે, જાણે હવામાં ઊડતો હોય તેમ પગ જલદી ઉપાડતે ચાલી નીકળ્યો હતો. ઍકિસમિલિયનને ઇરટિયર ડેસાએ પોતાના બુઢ્ઢા નેકર બેરોઇસ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202