Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 194
________________ ૧૮૪ આશા અને ધીરજ શ્રીમતી સેન્ટમેરાન, અને હવે આ બેરોઇસ ડોસો ! હજુ કોને વારો આવવાનો છે, તે ભગવાન જાણે !” હજુ દાક્તર, તમે પેલી વાત ભૂલતા નથી?’ હા, હા, અને આ વખતે તે તમને પોતાને જ હું ખાતરી કાવું છું જાઓ, તમે રસોડામાંથી બીજે નવું લેમનેડ તમારે હાથે તૈયાર કરીને લઈ આવો.” વિલેફૉર્ટ લેમોનેડ લઈને તરત પાછો આવ્યો. દાક્તરે પછી બે જુદાં જુદાં વાસણમાં નવું લેમનેડ અને બેરોઇસવળું લેનેડ ભર્યા. પછી વિલેફૉર્ટને કહ્યું, જુઓ, આ દવા હું બંનેમાં નાખું છું; જેમાં ધતૂરાનું ઝેર હશે, તે લેમનેડને રંગ લીલો થઈ જશે. એ ઝેર કર્યું છે તેની મને ખાતરી હોવાથી જ હું રંગની બાબતમાં ખાતરીથી કહી શકું છું.' થોડી વારમાં એ પ્રયોગ પૂરો થતાં વિલેફોર્ટને ખાતરી થઈ ગઈ કે કયું લેનેડ ધતૂરાના ઝેરવાળું હતું ! | વિલેફૉર્ટ બેહોશ બની ખુરશીમાં ઢળી પડયો. થોડા પ્રયત્ન દાક્તરે તેને હોશમાં આપ્યો. તે નિસાસો નાખીને બોલ્યો : મત મારા ઘરમાં ભમે છે.' ના જી, ખૂની તમારા ઘરમાં ઘૂમે છે!' દાકારે ભારપૂર્વક કહ્યું: “તમે શું એમ માને છે કે, એ ઝર બિચારા બેરોઇસને આપવામાં આવ્યું હતું? ના જી; તેણે તે એ ઝેર ભૂલથી જ પીધું હતું. તે ઝોર તે તમારા પિતાશ્રી માટે તૈયાર કરવામાં આવ્યું હતું!' “તો પછી તેમને કેમ કંઈ ન થયું?” કારણ, ખૂનીને ખબર નથી કે હું તમારા પિતાના રોગ ઉપર એ ઝરનું મિશ્રણ થોડું થોડું ઘણા વખતથી આપું છું. હવે ખૂનીનો કાર્યક્રમ જુઓ: પહેલાં તે સેન્ટમેરાનને દવા પિતાને હાથે મોકલીને મારી નાખે છે; પછી મૅડમ સેન્ટમેરાન માટે પીવાનું વાસણ જાતે તૈયાર કરીને તેમની પથારી પાસે રાતે મૂકે છે – બેઉનો વારસો હાથ કરવા માટે.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202