Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 187
________________ કરુણુ કેજ: ઘણી બાબતાને ૧૭૭ ‘તમે પોતે ? મારા પિતાના ખૂની ? ' એટલું બોલતાંમાં તે એપિને જાણે બેભાન બની ખુરશીમાં બેસી પડયો. વિલેફૉર્ટ બારણું ઉઘાડી, મૂઠી વાળી બહાર નાઠો. તેને ડોસાની ડોક મરડી નાખવાનું મન થઈ આવ્યું હતું. ૩૫ કરુણ ફેજ : ઘણી ખમતાને મૅકિસમિલિયને કોફિનાને ભાંયરામાં પધરાવવાના વિધિ બાદ, એપિને તથા વિલેૉર્ટને ગંભીરપણે વાત કરતા સાથે જતા જોયા, ત્યારથી જ તેને ખાતરી થઈ ગઈ કે, કંઈ અવનવું બનવાનું જ છે. એટલે તે પેાતાના વાડા અને વિલેફૉર્ટના બગીચા વચ્ચેના ઝાંપા આગળ તૈયાર થઈને ઊભા રહ્યો, જેથી વેલેન્ટાઇન દોડી આવે, તો જલદીથી પગલાં ભરી શકાય. થોડી વારે તેણે વેલેન્ટાઇનને ઉતાવળે પગલે એ તરફ આવતી જોઈ. તેના દેખાવ ઉપરથી જ મૅકિસમિલિયનને લાગ્યું કે, તે કંઈ ખુશી-સમાચાર કહેવા દોડી આવતી લાગે છે. " આપણે બચી ગયાં !' વેલેન્ટાઇને ઊભરાતા હ્રદયે કહ્યું. " બચી ગયાં ? કોણે આપણને બચાવ્યાં?’ ' મારા દાદાએ: તમારે ખરેખર તેમના પ્રત્યે આદરભાવ રાખવા જોઈએ.’ : મૅકિસમિલિયને તરત પેાતાના દિલેાજાનથી તેમના પ્રત્યે આદરભાવ રાખવાના કસમ ખાધા ! અત્યારે તે તેમને પેાતાના ઉદ્ધાર કરનાર દેવતુલ્ય માનવા પણ તૈયાર હતા. આ૦ – ૧૨

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202