Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 159
________________ ટીલમાં મિજબાની ૧૪૨૯ હોશમાં આવતાં, ઘસડાતા ઘસડાતા પાછલા દાદરાના બારણા પાસે પહોંચ્યો. મૅડમ પોતે તે વખતે તરતના પ્રસવની વેદનામાં હતી; છતાં વિલેફૉર્ટની દશા જોઈ, તે દૃઢતાથી નીચે ઊતરી અને તેને ઉપર લઈ ગઈ. ત્રણ મહિના વિલેફૉર્ટે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધાં. પછી થોડોક સાજો થતાં, દાકતરે તેને છ મહિના દક્ષિણ તરફ હવાફેર કરવા માકલી દીધા. મૅડમ હવે બધી રીતે છૂટી થઈ. વિલેફૉર્ટ સાથે કંઈ વધુ સંબંધ ચાલુ રહે તેમ તે હતું નહિ; તે જીવતા રહેશે અથવા ફરી તેના ઉપર તેના વેરીને હુમલા નહિ થાય, તેની શી ખાતરી ? એટલે તેણે ધનવાન ડૅન્ગ્લર્સ સાથે સંબંધ ઊભા કરવા માંડયો. ડૅન્ગ્લર્સને મૅડમના વિલેફૉર્ટ સાથેના ગુપ્ત સાંબંધની કંઈક ખબર હતી પરંતુ આવી યુવાન, સુંદર તથા જાણીતી સ્ત્રી, પેાતાના જેવા હલકા કુળના માણસને મળે એવી આશા જ ન હોવાથી, તેણે તેની સાથે લગ્ન કર્યું. લગ્ન બાદ તેને યુજેની નામની પુત્રી થઈ. જ. પરંતુ ડૅન્ગ્લર્સના ધન સિવાય તથા શરાફ તરીકેની તેની પ્રતિષ્ઠા સિવાય, મૅડમને તેના તરફ બીજું કંઈ આકર્ષણ હતું જ નહિ; એટલે લગ્ન પછી મેડમે પાછું પાતાને જૂને રસ્તે ચાલવા માંડયું. એક પ્રખ્યાત સંગીતકાર સાથે તેને પ્રેમ-પ્રસંગ શરૂ થયા. પછી વળી ગૃહખાતાના પ્રધાનના સેક્રેટરી ડિબ્રેને તેણે અપનાવ્યો. ડૅન્ગ્લર્સ એ બધું જાણતા હતા, પરંતુ મૅડમના આ નવા સંબંધમાં ડૅન્ગ્લર્સને એક જુદો જ લાભ દેખાયો. તે વખતે નવા ઊભા કરવામાં આવેલા ટેલિફોનના થાંભલાઓ મારફતે જુદા જુદા દેશના પલટાતા રાજકારણની ખાનગી ખબરો સરકાર પાસે આવતી. ડિબ્રેને ગૃહખાતા સાથેના તેના સંબંધને કારણે તે વાત સૌથી વહેલી જાણવા મળતી. પછી મૅડમ તે ખબરોને આધારે જુદ: જુદા રૉરો કે બૉન્ડાના ભાવતાલમાં થનારી ઊથલપાથલ કલ્પી લઈ, ડૅન્ગ્લર્સ પાસે સાદા કરાવતી. એમાંથી ધૂમ નફો થતા. એ નફામાંથી ડેન્ગ્યુર્સ મૅડમને ચોથો ભાગ આપતા અને મૅડમ પેાતાના

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202