Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 180
________________ આશા અને ધીરજ " જેને મૅડમ સેન્ટ-મેરાનના મૃત્યુથી તરત લાભ થવાના હોય તે. તે કોણ હાઈ શકે, એ વિચારવાનું કામ તમારું છે!’ ૧૭૦ ‘પણ એમની મિલકતના કુલ વારસદાર એકલી વેલેન્ટાઇન જ છે; અને એ પેાતાની દાદીને ઝેર દે, એવું માનતા પહેલાં તો હું જાતે જ ગાળી ખાઈને મરી જાઉં!' ‘પણ તે પછી ભૂલથી એ ઝેર તેમને અપાયું હોય, એ શકયતા વિચારો. તમારા પિતાશ્રીને તેમના લકવાના હઠીલા રોગ ઉપર હું ધંતૂરાના ઝરના જ પ્રયાગ થોડી થોડી માત્રામાં કરતો આવ્યો છું. એ ઝેર કોઈ સાજો માણસ થોડું પણ પીએ, તો તરત આવાં જ લક્ષાથી મરી જાય. " “ પણ પિતાશ્રીને દવા પાવાનું કામ એકલા તેમના જૂનો વફાદાર નાકર બેરોઇસ કરે છે. અને તેમની દવા મૅડમ સેન્ટ-મેરાન પાસે ભૂલથી પણ પહોંચી જાય એવા સંભવ ઓછા છે. બંને રડા બહુ દૂર છે. એટલે જ હું કહું છું કે, મારાં સાસુને ઝેર દેવામાં આવ્યું હાય, એ વાત ન માની શકાય તેવી છે. ' તો તમે એ પણ સાંભળી લેા કે, મેડમ સેન્ટ-મેરાન પાસે હું છેલ્લા ત્રણ કલાકથી બેસી તેમનાં બધાં લક્ષણા બારીકાઈથી જોઈ રહ્યો હતો. અને હું ખાતરીથી કહેવા માગું છું કે, મૅડમનું મૃત્યુ ધંતુરાના ઝોરથી થયું છે.’ “ પણ દાક્તર, આવી શંકા પડતી વાત બહાર પાડીને મારા ઘર ઉપર તમે નાહક શંકા અને કલંકનાં ઘેરાં વાદળ નહિ જ ઉતારો, એટલા અમારા હિતૈષી તમે છે જ.' " વારુ; હું મારી શંકા ન્યાયાધીશ તરીકે નહિ તો કુટુંબના મુખ્ય વધુ સાવચેત રહેવું ઘટે છે. ખૂની કદાચ એટલે હજુ જે જીવતા છે તેમની કાળજી લેવાનું તમે વચન આપે, મારા દિલમાં જ પૂરી રાખીશ. પરંતુ માણસ તરીકે પણ તમારે આટલેથી જ અટકશે નહિ.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202