Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 183
________________ લગન કેક થયું ! ૧૭૩ મિલિયન તરફ નવાઈ પામી જોઈ રહ્યા. વેલેન્ટાઇને સમજાવીને બધી વાત દાદાને કહી. ડોસા મેકિસમિલિયનના બાપને નામથી ઓળખતા હતા. પછી મેકિસમિલિયનને ડસા પાસે મુકી, વેલેન્ટાઈન ઝટપટ બહાર આવી તથા મેડમના શબવાળા ઓરડામાં પાછી ફરી. ડોસા સાથે વાત કરવાની રીત વેલેન્ટાઇને ઘણી વાર વાતમાં મેકિસમિલિયનને વર્ણવી બતાવી હતી. એટલે થોડી વારમાં જ તેણે વેલેન્ટાઈન સાથેના પિતાના પ્રેમની, તથા એપિને સાથે તેના લગ્નના કરાર ઉપર તે રાતે નવ વાગ્યે સહી થવાની હોવાથી, બંનેએ નાસી જવા કરેલા નિશ્ચયની વાત કરી દીધી.ડસા થોડા ચિંતામાં પડયા; પણ પછી તેમણે સાનથી એટલું સમજાવ્યું કે એવું કોઈ પગલું હાલ ભરવાની જરૂર નથી; અને એપિને સાથે લગ્ન તે તે પોતે જ રોકાવી શકે તેમ છે. બીજું કંઈ વિશેષ તેમણે ન જણાવ્યું પણ મૅકિસમિલિયન વિદાય થાય તે પહેલાં તેમણે તેની પાસે વચન લઈ લીધું કે, તે તથા વેલેન્ટાઈન બીજું કોઈ સાહસી પગલું નહિ ભરે. આવા નિષ્ટ, મૂંગા ડોસા, જે માત્ર આંખ મીંચી-ઉઘાડીને જ પિતાને હા-ના જેટલો ભાવ પ્રગટ કરી શકે છે, તે વિલેફૉર્ટ જેવા માણસ પાસે એપિને સાથેના લગ્નની આખરે પહોંચેલી વાત કેવી રીતે રોકાવી શકશે, એ બાબત ચિંતા કરતો ઍકિસમિલિયન ત્યાંથી વિદાય થયો. બે દિવસ બાદ, વિલેફૉર્ટના સસરા તથા સાસુનાં કૉફિન કુટુંબના ખાસ ભોંયરામાં મૂકવાને વિધિ પતાવવામાં આવ્યો. સૌ આગંતુકો વિદાય થયા બાદ એપિને પણ વિલેફૉર્ટની રજા લેવા આવ્યો, ત્યારે વિલેફૉર્ટે તેને જણાવ્યું કે, તમે જો મારી સાથે અત્યારે આવી શકો, તો વેલેન્ટાઈનના તમારી સાથેના લગ્નના કરારનાં કાગળિયાં તૈયાર છે, તેના ઉપર સહીઓ કરવાનો વિધિ પતાવી નાખીએ. એપિનેએ આવા શોકને વખતે એવી ઉતાવળ કરવાની જરૂર શી છે, એમ પૂછ્યું, ત્યારે વિલેફોર્ટે જણાવ્યું કે, મૅડમને વેલેન્ટાઇનનું

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202