________________
કુટુંબદાક્તર દ એવરીની ૧૬૭ સેન્ટમેરાને હમેશાં એમ ઇચ્છા દર્શાવી હતી કે, તેમનું મૃત્યુ પૅરિસથી દૂર થાય તે પણ તેમના મડદાને પૅરિસ લાવી કુટુંબના જૂના ભોંયરામાં જ મૂકવું. એટલે મેં સીસાના કૉફિનમાં મડદું બંધ કરાવી બીજી ગાડીમાં ચડાવ્યું છે. તે ગાડી મારાથી થોડે અંતરે પાછળ ધીમે ધીમે આવે છે.'
પરંતુ આટલું પરાણે બોલી રહ્યા પછી, મૅડમ સેન્ટમેરાને ઝટપટ વેલેન્ટાઈનને મળવાની ઇચ્છા દર્શાવી. વિલેફૉર્ટ ડોસીને તેના ઓરડામાં સુવડાવી જાતે જ ઘોડાગાડીમાં બેસી કાઉંટ મૉર્સને ત્યાં પહોંચી ગયો.
વેલેન્ટાઇન અને તેની સાવકી મા મૅડમ વિલેફૉર્ટ ખબર સાંભળી તરત દોડી આવ્યાં. વેલેન્ટાઈનને પોતાની બાથમાં લઈ, ડોસી પિતાની મૃત પુત્રી રેનીને યાદ કરી ખૂબ રડી; પછી પોતાના દિવસ પણ હવે ભરાઈ ચૂક્યા છે, માટે વેલેન્ટાઈનને દાદાને શેક પાળવા દીધા વિના તરત પરણાવી દેવાની તૈયારીઓ કરવાનું કહી, તે થાકીને સૂઈ ગઈ. તેમની પથારી પાસે તેમને ગમતા નારંગીના રસની શીશી, પાણીને કુંજો, પ્યાલો વગેરે મૂકી વેલેન્ટાઇન ત્યાંથી ધીમે ધીમે બહાર નીકળી ગઈ.
બીજે દિવસે વેલેન્ટાઇન વહેલી ઊઠીને ડોસીની ખબર કાઢવા ગઈ તે ડોસીની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ હતી. તેણે વેલેન્ટાઈનને કહ્યું કે, રાત્રો જાણે ડોસા મને તેડવા માટે જ આ એરડામાં આવ્યા હતા. મારા ટેબલ ઉપર પ્યાલો ખખડ્યો હતો તે પણ મેં સાંભળ્યો હતો. માટે હવે હું થોભી શકે તેમ નથી. જલદી તારા બાપુને બોલાવ. તારો વિવાહ જેની સાથે થયો છે તે મુરતિયાને પણ જલદી તેડા. તારે હસ્તમેળાપ મારે હાથે કરાવીને હું જાઉં.'
વિલેફૉર્ટ આવ્યો ત્યારે તે ડોસીની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. ડોસીએ તેને પણ મુરતિયાને જલદી બોલાવવાની વાત કરી. પણ થોડી વારમાં તે દરદનો ભયંકર હુમલો થતાં તે બોલી ઊઠી, “અરે, વીલ લખનારને બોલાવે; હું તો ચાલી !'