Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 162
________________ ૧૫૨ આશા અને ધીરજ થાંભલાવાળા કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટો પાસેથી ૨૫ હજાર ફૂાંક રોકડા લઈને પોતાને વતન ચાલ્યો ગયો હતો. ડેગ્લને આ કિસ્સાથી ચોખા સાત લાખ ફ્રાંકની ખાધ ગઈ. તેનું હડકાયાપણું વળી વધી ગયું. કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોને ત્યાં થોડા દિવસ પહેલાં ઇટાલીને એક માણસ એબ બુસોની પાસેથી ચિઠ્ઠી લઈને આવ્યો. એબ બુસોનીએ તેને એમ જણાવ્યું હતું કે, “તારે ઘડપણમાં દુ:ખી થવું ન હોય, તે તું પૅરિસમાં જઈને ભેંસ એલીસીમાં આવેલા મકાનમાં કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટોને તા. ૨૬ મી મેને દિવસે સાંજના સાત વાગ્યે મળ. તું તારી જાતને મેજર કેવકેન્ટી તરીકે ઓળખાવજે. કાઉન્ટ તારે મેળાપ નાનપણમાં હરણ કરાઈ ગયેલા તારા પુત્ર એડ્યિા કે લકેન્ટી સાથે કરાવશે. તેને તું તારા ખોવાયેલા પુત્ર તરીકે ઓળખી બતાવજે. થોડા દિવસ ત્યાં રહી તું તારે ઠેકાણે પાછા ફરજે. પણ એટલું કામ કર્યા બદલ તને ચોખા પચાસ હજાર ફૂાંક મળશે. તેમાંથી બે હજાર ફાંક રોકડા તથા કાઉન્ટ ઉપરની તારી ઓળખ-ચિઠ્ઠી તને અત્યારે જ મળશે; બાકીના ૪૮ હજાર ફ્રાંક માટે હું કાઉન્ટ પાસે જ આંટ ખેલાવી રાખીશ. હું ત્યાંથી પાછા ફરીશ, ત્યારે તને તે ૪૮ હજાર ફાંક રોકડા આપી દેશે.' એ જ દિવસે લૉર્ડ વિભોરે સિંદબાદ ખલાસીને નામે પત્રો લખી એક જુવાનિયાને કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટોને ત્યાં મોકલ્યો. તેને પણ એમ જણાવવામાં આવ્યું હતું કે, “તારી સ્થિતિ તદ્દન ખરાબ છે તથા ભવિષ્યમાં કોઈ પ્રકારે તે સુધરે તેમ નથી. પરંતુ તારે જો સ્વતંત્ર તથા પૈસાદાર અને સુખી થવું હોય, તો તું કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટોને પેરિસમાં તેના શેપ્સ એલીસીમાં આવેલા મકાને જઈને તા. ૨૬ મેને દિવસે સાંજના સાત વાગ્યે મળ. તે તારા પિતા મેજર બર્ટોલોમિયો કેવલ કેન્ટી સાથે તારો મેળાપ કરાવશે. બહુ નાનપણમાં તેમના પુત્રનું અપહરણ થઈ ગયું હતું. તે પુત્ર તું છે, એવી તારા જન્મ વગેરેની બધી સાબિતીના કાગળે ત્યાં તને તારા પિતા આપશે.

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202