Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 163
________________ ટીવમાં મિજબાની ૧૫૩ “તારે પછી પૅરિસના સમાજમાં મેજર કેવલકેન્ટીના પુત્ર એડ્યિા કેવલકેન્ટી તરીકે મોજશોખ કરતા રહેવાનું છે. તને તે માટે દર વર્ષે ૫૦ હજાર ક્રાંક આપવામાં આવશે. અત્યારે તને પાંચ હજાર ફૂાંક રડા તથા કાઉન્ટ ઉપર ઓળખપત્રા વગેરે આપું છું.’ આ બંને જણા કાઉન્ટને ત્યાં વખતસર આવી પહોંચ્યા. કાઉન્ટ તે બંનેને મેળાપ' કરાવી આપ્યો. આપણે જાણીએ છીએ કે, એબ બસોની અને લૉર્ડ વિભોર અર્થાત્ “સિંદબાદ ખલાસી’ એ બધાં એડમંડ ડાટેનાં એટલે કે કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોનાં જ સ્વરૂપ હતાં. અને પોતાની એક ખાસ યોજના મુજબ તેણે આ બે રખડતા મુફલિસોને પૈસા આપી મોટા રાજવંશી નબીરાઓ તરીકે પેરિસમાં રજૂ કર્યા હતા. તેમની સૌથી પહેલી રજૂઆત કાઉન્ટના ટીલના મકાનમાં કાઉન્ટ આપેલી મિજબાની વખતે જ સૌ પરિચિત સમક્ષ કરવામાં આવી. આલ્બર્ટ અને તેની માતા કાઉન્ટસ હવાફેર કરવા બહારગામ જવાનાં હોવાથી, એ કુટુંબ બાદ કરતાં, આપણી વાર્તાનાં લગભગ સૌ પરિચિત પાત્ર ત્યાં હાજર હતાં. જયારે કાઉન્ટ નવા ખરીદેલા ઑટીલના એ મકાનને સુસજજ કરવાનું બટુંોિને પહેલવહેલું કહ્યું, ત્યારે તે ગભરાઈ ગયો હતો અને તેણે એ મકાનમાં પોતે વિલેફૉર્ટના કરેલા ખૂનની બધી વાત કાઉન્ટ આગળ કબુલ કરી દીધી હતી. આજે બકિયો જમવાનું ટેબલ તૈયાર કરવાં જોડેના ઓરડામાં ઊભા રહી માણસો ગણવા લાગ્યો, ત્યારે એ બધામાંથી કેટલાંકને જોઈને તે લગભગ ચીસ પાડી ઊઠયો. કાઉંટ તરત તેની પાસે પહોંચી ગયો. બટુંકિયાએ એક સ્ત્રી તરફ આંગળી કરીને પૂજતાં જતાં કહ્યું, “એ જ પેલી!” કઈ ? મૅડમ ડેગ્લર્સ? તેનું શું છે?' તે જ આ મકાનમાં પ્રસવ કરનારી બાઈ, જેને મળવા વિલેફર્ટ ગુપ્ત રીતે આવતો હતો. પરંતુ, અરે, અરે, એ પણ પેલો રહ્યો!” “કોણ?'

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202