________________
આશા અને ધીરજ
જુલી પણ એકદમ ઊભી થઈ ગઈ; તથા કાઉ ટ કાચના એક ઘૂમટ હેઠળ ઢાંકેલી લાલ રંગની થેલી તરફ જોતા હતા ત્યાં પહોંચી ગઈ. તે થેલીને એક છેડે એક હીરો બાંધેલા હતા.
૧૪૨
જુલીએ કાઉંટને કહ્યું, ‘સાહેબ, મેં જે દેવદૂતના ઉલ્લેખ હમણાં કર્યા, તેમની જ આ પ્રસાદી છે; અને તે થેલીએ જ મારા પિતાના પ્રાણ, અને પ્રાણ કરતાં પણ વધુ વહાલું તેમનું નામ, બચાવ્યાં હતાં.'
કાઉટે એ આખી વાત સાંભળવા માગણી કરતાં જુલીએ રસપૂર્વક એ આખા પ્રસંગ કહી બતાવ્યો અને જરા ડૂસકું દબાવીને અંતે ઉમેર્યું, ‘એ પવિત્ર હાથ હાથમાં પકડી અમારા માથા ઉપર તથા અમારા માં ઉપર દબાવવાનો લાભ ફરી કદી નથી મળ્યો, એટલું જ દુ:ખ અમને સૌને કાયમ રહી ગયું છે. તેથી જ આ થેલીને વારંવાર હાથમાં લઈ હું મારા કપાળ ઉપર અને આંખા ઉપર દબાવ્યા કરું છું. ઈશ્વર કદીક તા એ હાથ અમને મેળવી આપશે.'
મૅકિસમિલિયને પોતાની બહેનને ખભેથી દબાવીને કહ્યું, ‘ બહેન, એ ભલા હાથ ફરી આપણા હાથમાં દબાવવાની આંશા રાખવી નકામી છે. મરણકાળે કોઈ કોઈ વાર જીવાત્માના અંતરમાં અલૌકિક પ્રકાશ ઊતરી આવે છે; તે વખતે ઘણી ગૂઢ વસ્તુએ તેને દેખાઈ જાય છે. આપણા પિતાજીની આખરઘડી હતી, ત્યારે તેમને અચાનક એ રહસ્ય દેખાઈ ગયું હતું. તે બાર્લી ઊઠયા હતા, ‘બેટા, એ માણસ અલૌકિક હતા અને ઈશ્વરે કબરમાંથી ઉઠાડીને આપણે માટે માકલ્યા હતા. મને અત્યારે બધું બરાબર દેખાય છે : એ જરૂર ઍડમંડ ડાન્ટે હતા !'
આ શબ્દો સાંભળતાં કાઉંટથી વધુ વખત ત્યાં હાજર રહેવું અશકય થઈ ગયું. ફાવે તેમ માફી માગતા માગતા, તે ત્યાંથી વિદાય થઈ ગયા.