________________
૧૪
હૃદયે, ઝેરનાં ભરેલાં! ૧૪૫ તેને કારણે ત્યાં આ બધા વિષ-પ્રયોગો વિષે લોકોને વિચિત્ર માહિતી હોય છે.
“સામાન્ય ઝેરને જુદી જુદી વનસ્પતિઓમાં દાખલ કરી, પછી એ વનસ્પતિ જુદાં જુદાં પ્રાણીઓને ખવરાવી, એ પ્રાણીઓનું માંસ બીજાં પ્રાણીઓને ખવરાવી, છેવટે એ ઝેરને એવે સ્વરૂપે તેઓએ તૈયાર કર્યું હોય છે કે, તે ઝેરથી મરેલા માણસના શરીરને આપણા દાકતરે ગમે તેટલું તપાસે, પણ ઝેરનો કોઈ અંશ કે કશું લક્ષણ તેમના જોવામાં ન આવે! એ ઝેર સામે બીજો કશો બચાવ જ નથી; સિવાય કે, એ ઝેર થોડા થોડા પ્રમાણમાં રોજ ખાઈને શરીરને તૈયાર કરી દેવામાં આવે. પછી શરીર ઉપર તે ઝેરની કશી મારક અસર થતી નથી.
“મારા ઉપર ત્યાં કેટલાય વિષપ્રયોગ થયા હતા; એટલે પહેલેથી મારે મારા શરીરને એ રીતે કેટલાંય ઝેરો ખાઈને સુરક્ષિત કરવું પડયું હતું. અત્યારે હું એ ઝેર ભૂલથી પી લઉં, પણ મને કશી ખાસ અસર ન થાય; પરંતુ બીજું કોઈ મારો પીધેલો એ ખાલી પ્યાલો ધોયા વિના તેમાં પાણી ભરીને પીએ, તોપણ તરત મરી જાય ! અને એ ઝેરોની ખૂબી પાછી એવી છે કે, કોઈ પણ ચાલુ પીણાના પ્યાલામાં તેને ભેળવ્યું હોય, તો પણ સ્વાદમાં કે ગંધમાં કશો ફરક ન પડે.'
મૅડમ અતિ રસપૂર્વક આ બધી વાતો સાંભળી રહી. પછી પોતાના દીકરાને તથા પિતાને વારંવાર બેહોશી, તાણ વગેરેની પીડા થઈ આવતી હોવાથી, પોતાને એ “દવા” થોડીક આપવા તેણે આગ્રહ કર્યો.
કાઉન્ટ ઘણી ખુશીથી મૅડમને એ “હુકમ’ માથે ચડાવ્યો. પણ તાકીદ આપી કે, એ ઝેરનું એક ટીપું માણસને ગમે તેવી બેહશીમાંથી ભાનમાં આણે; પરંતુ પાંચ કે છ ટીપાં તે ગમે તેવા પહાડ જેવા માણસને પણ પાડી નાખે. માટે એ ઝેરને બહુ સાચવીને વાપરવું.
આ૦ – ૧૦