________________
હૃદયે, આભારનાં ભરેલાં !
૧૪૧
ઘર-તથા-બજાર-કારકુનની નાકરી કર્યા કરતા હતા; અને ભલા પેનેલાન આ કુટુંબમાં જ માળી તરીકે જોડાઈ ગયા હતા.
મેકિસમિલિયન કાઉન્ટ મૉર્કાર્ફના પુત્ર આલ્બર્ટના મિત્ર બન્યા હતા; એટલે કાઉન્ટ પહેલવહેલા જ્યારે પૅરિસમાં આલ્બર્ટને ઘેર આવ્યા, ત્યારે મૅકિસમિલિયન ત્યાં હાજર હતા. તે પહેલી મુલાકાતથી જ કાઉંટ અને મૅકિસમિલિયન એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા. મૅકિસમિલિયનને કાઉંટની આંખામાં કોણ જાણે શાથી પાતાના વહાલા પિતાના જેવા જ વાત્સલ્યભાવ દેખાતા હતા. મૅકિસમિલિયન તે દિવસે જ કાઉંટને પેાતાને ત્યાં આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપી બેઠા હતા; અને કાઉંટે તે સ્વીકાર્યું પણ હતું.
પેાતાના એ ઘેલા આમંત્રણને માથે ચડાવી કાઉંટને પેાતાને ઘેર આવેલા જોઈ, મૅકિસમિલિયન અર્ધો અર્ધો થઈ ગયો. જલદી જલદી દોડી જઈ તે જુલી અને ઇમેન્યુએલને બાલાવી લાવ્યો.
જુલી, ઇમેન્યુએલ, કોકલ્સ, પેનેલેાન વગેરેના પ્રમાણિક નિર્મળ ચહેરા જોઈ જોઈ કાઉંટ એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવવા લાગ્યો. તેણે જુલીને કહી પણ બતાવ્યું કે, ‘બાનુ, આવું પ્રેમ-સંતોષનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય એવું સ્થાન જોવાનું સદ્ભાગ્ય મને ઘણે વખતે પ્રાપ્ત થયું હોવાથી, તમેા સૌના સુખી સંતાષી ચહેરા જોતાં મારું હૃદય ભરાઈ આવે છે.’
જુલીએ જવાબ આપ્યો, સાહેબ અમે અત્યારે સુખી છીએ એની હું ના નહિ પાડું; પરંતુ અમે એક વખત દુ:ખનું કપરું દર્શન કર્યું છે. પરંતુ તે દુ:ખ પણ સદ્ભાગ્યે અમને ઈશ્વરના એક મહાન દૂતનું દર્શન કરાવીને કૃતાર્થ કરી ગયું છે. દુ:ખના કારમા ઘા ઉપર એના હાથે થયેલા અમૃતસિંચનને અમે કદી ભૂલી શકતાં નથી.'
કાઉંટ એકદમ કશાક બહાનાથી ઊભા થઈ ગયા તથા ઓરડામાં આડીઅવળી નજર કરતા ફરવા લાગ્યા.