________________
૧૩૮
આશા અને ધીરજ કાઉંટ તેના નોકર સાથે તે જગ્યાએ ધસી ગયો અને કોચમેને બારણું ઉઘાડતાં જ અંદરનાં બંને મુસાફરોને જાળવીને સંભાળપૂર્વક પિતાના દીવાનખાનામાં લઈ આવ્યો.
પેલી મહિલા થોડી શાંત થતાં જ પોતાના બેહોશ પુત્ર માટે વલોપાત કરવા લાગી અને પિતાના સર્વસ્વને ભોગે પણ તેને માટે જોઈતી વૈદકીય સારવાર મેળવી આપવા આજીજી કરવા લાગી.
કાઉટે શાંતિથી પાસેની સંદૂકમાંથી એક શીશી કાઢી અને અંદરથી લોહીના રંગના પ્રવાહીનું એક ટીપું બાળકના હોઠ ઉપર પાડ્યું. એ ટીપું તેના હોઠે પહોંચ્યું ના પહોંરયું તેટલામાં તે બાળકે તરત પિતાની આંખો
ઉઘાડી.
છોકરો હાશમાં આવતાં જ મા થોડીક સ્વસ્થ થઈ; અને પોતે કક્યાં છે તથા પોતાને આવા પ્રાણઘાતક અકસ્માતમાંથી બચાવનાર મહાનુભાવ કોણ છે, તેની પૂછપરછ કરવા લાગી.
કાઉંટે મૅડમની યત્કિંચિત સેવા કરવા ભાગ્યશાળી થનાર તરીકે પોતાની તથા પોતાના ગુલામ અલીની ઓળખ આપી. મૅડમ વિલેફૉર્ટે પોતાના પુત્રને શું થયું હતું અને તેને કઈ જાદુઈ દવાથી કાઉંટે સજીવન કર્યો, તેની વાત પૂછી. કાઉંટે જણાવ્યું કે, તેને ખાસ કાંઈ વાગ્યું ન હતું; માત્ર ગભરાટને લીધે તે હિસ્ટીરિયા જેવી મૂછોમાં ખેંચાઈ ગયો હતે. પોતાની પાસેની દવા એવી મૂર્છાઓમાં માત્ર હેઠને અડતાં જ અસર કરે છે; - વધુ દવા મોંમાં જાય તો મોત પણ નિપજાવે!– એવુંય કાઉન્ટે જણાવ્યું.
આવા બધા ઔષધપ્રયોગનું જ્ઞાન કાઉન્ટ શી રીતે ક્યાંથી મેળવ્યું તેની વાત મૅડમે રસપૂર્વક પૂછી. કાઉન્ટ, પોતે કરેલા પૂર્વના દેશોના દૂરદૂરના પ્રવાસની વાતો તેને કહી.
પાછા ફરતાં કાઉન્ટ એ જ ઘોડા પોતાની ગાડીએ જોડાવી, અલીને હાંકવા બેસાડી, મેડમને તેને ઘેર પાછી મોકલી. અલીના હાથમાં તે ઘોડા બિલાડી જેવા બની ગયા હતા !