________________
આશા અને ધીરજ છે. એટલે તેમણે ડાન્ટને તાબે થઈ જવા વિનંતી કરી. અને આ કમનસીબ ભૂલને સુધારી લેવા સત્તાવાળાઓ પાસે તરત જ દોડી જઈ, પોતે પોતાનાથી બનતું બધું કરશે, એવી તેને ખાતરી આપી.
કેડરો કંઈક વાત મનમાં સૂઝી આવતાં ફર્નાન્ડને શોધવા માંડ્યો. પણ તે અદૃશ્ય થઈ ગયો હતો. ત્યાર પછી ડેગ્યુર્સ પાસે જઈને રૂંધાયેલે અવાજે તેણે કહ્યું : “ઠીક, ઠીક, ત્યારે તમે લોકો ગઈ કાલે જે સેતાની યોજના ઘડી રહ્યા હતા, તે પ્રમાણે જ આખરે કર્યું, એમ ને?”
જા, જા, મૂરખ ! તને વળી શી ખબર ! તું તે તે વખતે દારૂ પીને ભાન ભૂલી ફાવે તેવા લવારા કરતે હતે !”
“તો પછી ફર્નાન્ડ ક્યાં છે?”
એ હું શું જાણું? કદાચ સૌ ડાહ્યા માણસની જેમ પોતાનું કામ સંભાળતો હશે.'
ડાન્ટેને પોલીસ-વાહનમાં પૂરીને લઈ ગયા કે તરત શ્રી. મોરેલે મિજબાનીમાં આવેલા સૌને કહ્યું કે, “તમે સ અહીં જ થોભે. જે પહેલું વાહન હાથ આવે તેમાં હું માર્સેલ્સ જાઉં છું અને આ બધું શું થયું તેની માહિતી લઈ આવું છું.”
- મર્સિડીસ અને ડાન્ટનો બાપ, એ બે જણ ઉપર જ આ ફટકો સીધો પડયો હોવાથી, તે બંનેની દશા લગભગ બેબાકળા જેવી થઈ ગઈ હતી. થોડી વાર બાદ ફર્નાન્ડ પાછો આવ્યો અને ખાલી પડેલી ખુરસીમાં બેસી પડ્યો. તેના ધ્રુજતા હાથે તેણે પાણીનો એક પ્યાલો ઉપાડીને મેં એ માંડયો.
કેડરોએ તેને જોતાં જ ડેન્ટલર્સને કહ્યું, “આ ફર્નાન્ડ જ આ બધાનું મૂળ છે, એ હું છાપરે ચડીને કહેવા તૈયાર છું. એનું મોં અને હાથ તો જો !
“જા, જા, એનામાં વળી એવું કશું કરવાની અક્કલ જ કયાં છે ? હાટે જ વધારે પડતે ચાલાક છે એટલે તેણે જ કંઈક ગરબડ કરી લાગે છે.”