________________
ગુપ્ત ધનભંડાર મેં પોતે એ સોનેરી ખૂણાઓવાળી જૂની નોંધપોથી જોઈ હતી. ઘરમાં તેને સાચવીને રાખવામાં આવતી હતી અને તેનું લગભગ પૂજન જ કરવામાં આવતું હતું. હું કુટુંબને વિશ્વાસુ ભક્ત જેવો હોવાથી એ ઐતિહાસિક નેંધપોથી મને પણ વાંચવા દેવામાં આવી હતી. મને લગભગ ખાતરી થઈ હતી કે જો વીલ ખરેખર હશે, તે એ નોંધપોથીમાં જ હોવું જોઈએ, કારણ કે સીઝર પાડાની છેલ્લી ચબરકીમાં એ નોંધપોથીને જ સાચવી રાખવાને આદેશ હતે.
“પણ અમારા સૌના પ્રયત્ન અફળ ગયા. છેવટે મારા આશ્રયદાતા કાર્ડિનલ સ્પાડા નિર્વશ ગુજરી ગયા. તેમણે પોતાના કુટુંબના જૂના બધા કાગળો, ૫૦૦૦ ગ્રંથોનું તેમનું આખું ગ્રંથાલય, તથા પેલી સુપ્રસિદ્ધ નોંધપોથી મને વારસામાં આપ્યાં. ઉપરાંત ૭૦૦૦ ફ્રાંકની કિંમતનું રોકડ રોમન નાણું આપ્યું. તે નાણામાંથી મારે તેમના આત્માની શાંતિ માટે દર વર્ષે પ્રાર્થના કરાવવાની હતી તથા તેમના કુળને આખો સળંગ ઈતિહાસ લખવાને હતે.
ઈ. સ. ૧૮૦૭માં હું પકડાયો તેની એક મહિનો અગાઉ, અને કાર્ડિનલ સ્પાડાના મરણ બાદ પંદર દિવસે, તા. ૨૫મી ડિસેમ્બરને રોજ હું બધા જૂના કાગળે ફરી વાંચી જતો હતો અને ગોઠવતો જતો હતો, કારણ કે એ મહેલ વેચી નાખવામાં આવ્યો હતો અને હું બધા કાગળો અને રોકડ મારી સાથે લઈ, રોમ છોડીને ફરન્સમાં રહેવા ચાલ્યો જવાને હતો.
તે દિવસે હું ભારે જમણ જમેલો અને સતત પરિશ્રમથી થાકી ગયેલો; એટલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એ કાગળોની વચ્ચે ખુરશી ઉપર જ બેઠો બેઠો હું ઊંધી ગયો. ઘડિયાળમાં છ વાગતાં
જ્યારે હું જાગી ઊઠયો, ત્યારે બધે અંધારું થઈ ગયું હતું. એટલે દીવો સળગાવવા મેં નોકરને બૂમ પાડી. પણ કોઈ આવ્યું નહિ એટલે
આ૦- ૫