________________
૭૨
આશા અને ધીરજ
C
તેમાંના એક જણ બાલ્યા વિના ન રહ્યો કે, · ડોસા ઘરડા અને પાતળો દેખાતા હતા, છતાં વજનદાર તો ખાસો છે!'
બહાર થાડે દૂર ગયા પછી તેઓએ મડદુ ઠેલણગાડીમાંથી ઉતારીને જમીન ઉપર મૂકયું. પછી એક ભારે વજનના લાખંડના ગાળો દારડાથી મડદાને પગે તાણી બાંધ્યા. ડાન્ટને એ બધાના કશા અર્થ સમજાયો નહિ. પછી કોથળો ફરી ઠેલણગાડી ઉપર ચડાવીને તેઓએ આગળ ચાલવા માંડયું. થેાડી વારમાં ખડક સાથે અફળાતાં મેાજાંના નીચેથી આવતા ઘેરા અવાજ ડાર્ટને સંભળાયા.
ધારખાદુમાંથી એક જણ બોલ્યો, ‘ આજે દરિયામાં તોફાન છે, એટલે બાવાજીને હીંચકા ખાવાની સારી મજા આવશે. ’
‘ અધમણિયા પગે બાંધ્યા છે, પછી હીંચકા શાના ખાવાના છે ? જશે સીધા તળિયે !' બીજાએ જવાબ આપ્યા.
ડાન્ટને આ વાતનો અર્થ પણ ન સમજાયે. પેલા બે જણાએ પછી કોથળો બે છેડેથી ઊંચકયો અને ખરેખર હીંચકાની પેઠે હીંચાળવા માંડયો. તરત જ ડાન્સેનું હૃદય બેસી જવા લાગ્યું : તે તેને પગે વજન બાંધી ઊચેથી દરિયામાં જ સીધા પધરાવવાના હતા ! શેટા દ' ઈફનું કબ્રસ્તાન જમીન ઉપર નહિ, પણ સમુદ્રને તળિયે હતું !
થોડી વારમાં એક જણ બાલ્યા, એક, બે, ત્રણ !' તરત કોથળા હવામાં અધ્ધર ફેંકાયા. પગે બાંધેલા વજનથી કોથળા જલદી નીચે ઊતરવા લાગ્યા, અને પછી એક ભારે ધબાકા સાથે ડાન્ટના શરીર ઉપર બરફ જેવું ઠંડું પાણી ફરી વળ્યું. પણ તે વખતે તેના મેાંમાંથી એક તીણી ચીસ નીકળી ગયા વિના ન રહી.
ડાન્ટને ફેર ચડયા હતા તથા તેને શ્વાસ લગભગ રૂધાઈ ગયો હતો. છતાં તેણે સ્વસ્થતા ગુમાવી નહીં. તેણે છરી પેાતાના જમણા હાથમાં પકડી તરત કોથળા ચીરી નાખ્યા, અને પેાતાના શરીરને છૂટું