________________
પિરિસમાં આગમન કાઉન્ટ મોન્ટેક્રિસ્ટોએ ૨૧મી મે ૧૮૩૮ને રોજ પાછો પૅરિસમાં પગ મૂક્યો. ૫ મી સપ્ટેમ્બર ૧૮૨૯ના રોજ મૉરેલની હૂંડી ચૂકવીને તે ફ્રાંસમાંથી વિદાય થયો હતો.
આ મોટો વચગાળો તેણે ક્યાં ગાળ્યો હતો તથા તે દરમ્યાન તેણે શું કર્યું હતું?
આ વચગાળા દરમ્યાન ખાસ તે તેણે ધીરજપૂર્વક બારીક તપાસ કરીને પોતાના દુશ્મનની બધી કારવાઈઓને સંપૂર્ણ પો લગાવ્યો હતો. તેમને હાથે અન્યાય-અત્યાચાર પામેલી વ્યક્તિઓની દૂરદૂરથી પણ તેણે ભાળ મેળવી હતી; અને બને તેટલી મદદ કરી તેમને દુ:ખમુક્ત કરવા પ્રયત્ન કર્યો હતે.
તેમાંની એક તે ગ્રીસના અલી પાશાની કુંવરી હેદી હતી. ફર્નાન્ડ અથવા કાઉન્ટ મૉર્સર્ફ હદીના પિતાની નોકરીમાં રહ્યો હતો તે વેળા, પૈસાને લેભે વિશ્વાસઘાત કરી, મૉર્સર્સે તેની કતલ કરાવી હતી. હેદીની માતા અને હૈદીને પણ તેણે ગુલામોના વેપારીને વેચી દીધાં હતાં. હેદીની માતા દુ:ખશોકના ભારથી હૃદય ભાંગી જતાં તરત મરણ પામી. પછી હેદીને પેલા વેપારીએ ખૂબ ખર્ચ કરીને સંગીત-નૃત્ય વગેરેમાં પાવરધી કરી તથા છેવટે સુલતાન મહમુદને વેચી દીધી. મોન્ટેક્રિસ્ટોએ પોતાની પાસેનું એક અમૂલ્ય રત્ન સુલતાનને આપી દઈ, તેની પાસેથી હૈદીને ખરીદી લીધી હતી.
છેવટે જ્યારે દુશ્મનોને સજા કરવા માટેની બધી તૈયારીઓ પૂરી થયેલી માનીને કાઉન્ટ મેન્ટ-ક્રિસ્ટોએ પેરિસમાં પગ મૂક્યો, ત્યારે
૧૨૬