________________
૧૮
મેન્ટ-ક્રિસ્ટો ટાપુ ઉપર
સવારના પાંચ વાગ્યા હતા. ડાન્ચે કલ્પના કરવા લાગ્યો કે બે યા ત્રણ કલાકમાં જેલર મારી ખેલીમાં જશે અને દિવસના અજવાળામાં મડદાની ફાટેલી આંખો જોઈ તરત ભયને પોકાર કરશે. પેલી સુરંગને રસ્તો પણ પકડાઈ જશે અને પેલા ઘરદુઓને સવાલ-જવાબ માટે ઝટ બોલાવવામાં આવશે. પછી તરત જ સશસ્ત્ર સૈનિકોવાળી હેડીઓને ચોતરફ પીછો કરવા દોડાવવામાં આવશે અને દૂર દૂર ચેતવણી પહોંચાડવા તેપોના ધડાકા કરવામાં આવશે.
ડાન્ટ ઈશ્વરને યાદ કરી, આતુર હૃદયે પ્રાર્થના કરવા લાગ્યો. તેણે શેટો દ ઈફ તરફ નજર કરી, તો એક જહાજને માર્સેલ્સ બંદરેથી નીકળી દરિયા તરફ વેગથી આવતું જોયું. અનુભવી ખલાસી તરીકે વહાણને દેખાવ જોઈને જ એ જાણી ગયો કે, તે વહાણ ખાનગી માલિકીનું છે તથા ઘણુંખરું દાણચોરી કરનારાઓનું છે.
ચારે બાજુ જેલમાંથી કેદી નાસી છૂટવાની વાત જાહેર થાય તે પહેલાં આ જહાજની સામા જઈ પહોંચવાનો વિચાર કરીને તે નીચે ઊતર્યો. કિનારા ઉપર ગઈ રાતે ડૂબેલી હોડીના ખલાસીમાંના એકની લાલ ટોપી ઘસડાઈને તણાઈ આવી હતી. હોડીને એક પાટડો પણ પાસે જ પડ્યો હતો. બંને ચીજો મળવા બદલ ઈશ્વરને આભાર માની, તેણે કંઈક હળવા અને સમુદ્રમાં ઝંપલાવ્યું.
જહાજવાળાઓના ધ્યાન ઉપર તેની બૂમો અને નિશાની આવતાં જ તેને બચાવવા બે ખલાસીઓ સાથે એક હોડી નીચે ઉતાર
૭૫