________________
૧૧૦
આશા અને ધીરજ શ્રી. મોરેલે થેલી હાથમાં લીધી. તેને જોતાં જ તે ચકળ્યા. તેમને એ થેલીની કંઈક ઝાંખી યાદ આવી હોય એમ લાગ્યું. તે થેલીમાં નાડાને છેડે બે લાખ સત્યાશી હજાર અને પાંચસો ફૂાંક ચૂકતે થવાની પહોંચ લખેલી હતી અને નાડાને બીજે છેડે એક મોટો પાણીદાર હીરો બાંધેલ હતું. તેની સાથેની ચબરકી ઉપર લખ્યું હતું :
“જુલીને દાયજો.” શ્રી. મૉરેલ જાણે સ્વપ્ન જોતા હોય તેમ અવાક થઈ ગયા. થોડી વાર પછી તે બોલ્યા, “બેટા, આ થેલી તને ક્યાંથી મળી?'
– મહોલ્લામાં ૧૫ નંબરના મકાનમાં પાંચમે માળે એક નાની એરડીના ખૂણામાં ભઠ્ઠી ઉપરના તાકામાં.”
ડાન્ટને બાપ ગુજરી ગયો હતો તે એરડી!
જુલીએ હવે પોતાને સવારે મળેલો કાગળ શ્રી. મોરેલને બતાવ્યો. તે વાંચી તેમણે જુલીને પૂછ્યું, “તું ત્યાં એકલી ગઈ હતી?”
ના, ઈમેન્યુએલ મારી સાથે આવ્યા હતા, પણ નવાઈની વાત એ છે કે, હું પાછી ફરી ત્યારે તે નાકા આગળ ઊભા ન હતા!
એટલામાં તે કોઈ દોડનું બબ્બે ત્રણ ત્રણ પગથિયાં ચડતું હોય તેવો અવાજ સંભળાયો અને પછી તે ઇમેજુએલ ગાંડાની પેઠે અંદર દાખલ થઈ બોલ્યા, “રામોન, પરાગોન ! મોરેલ મહાશય, Rામોન બંદરમાં દાખલ થયું છે !'
ગાંડા, રાગોન તે ક્યારનું ડૂબી ગયું. તેના પેનેલોન વગેરે ખલાસીઓ અહીં આવી ગયા તે પણ ભૂલી ગયો?'
“અરે સાહેબ, અત્યારે બંદર ઉપર હજારો માણસ ભેગું થયું છે અને સૌ કોઈ રાગોનને બંદરમાં ધીમેથી પ્રવેશતું જોઈ હર્ષના પોકાર કરી રહ્યું છે. હું પણ તેને મારી નજરે જોઈ, ઉતાવળે દેડી આવ્યો છું.’