________________
૯૮
આશા અને ધીરજ રીતે રોકાણ કરવાની સૂચના અને સત્તા સાથે મને અહીં મોકલવામાં આવ્યો છે.”
આપની પાસે કેટલી રકમની મારી ચિઠ્ઠીઓ ભેગી થઈ છે?”
એક તે દ’ બૉવિલેની બેએક લાખ ફ્રાંકની ચિઠ્ઠીઓ છે. તે ચિઠ્ઠીએ તે આ મહિનાની પંદરમી અને આવતા મહિનાની પંદરમી તારીખે પાકે છે, ઉપરાંત ૩૨,૫૦૦ ફ્રાંકની તરતમાં ચૂકવવાની ચિઠ્ઠી પણ છે. વળી આ મહિનાના અંતે પાકતી માર્સેલ્સની પાસ્કલની અને વાઇલ્ડ ઍન્ડ ટર્નર કંપનીની ૫૫,૦૦૦ ફ્રાંકની ચિઠ્ઠી છે. આમ બધી મળી ૨,૮૭,૫૦૦ ફ્રાંકની ચિઠ્ઠીઓ છે.'
આ આખી ગણતરી દરમ્યાન શ્રી. મૉરેલ જે ઊંડી વેદના અનુભવી રહ્યા હતા, તેનું વર્ણન કરવું અશકય છે. થોડી વાર ચૂપ રહ્યા બાદ પેલો અંગ્રેજ કંઈક અચકાતા અવાજે બોલ્યો, “પણ અહીં આવ્યા પછી મને સાંભળવા મળ્યું છે કે, આપનો હાથ હાલમાં કંઈક ભીડમાં છે. તે આપ મને સ્પષ્ટતાથી જણાવો કે અમારા પૈસા વાયદા પ્રમાણે ચૂકવાશે કે કેમ?”
આ પ્રશ્ન સાંભળી શ્રી. મોરેલનું મેં મડદા જેવું ફીકું પડી ગયું. તે ધીમેથી બોલ્યા, ‘૨૫ વર્ષથી આ ધંધે મારા હાથમાં છે, અને પહેલાં મારા બાપુ દશ વર્ષથી એ ધંધો ચલાવતા આવ્યા હતા, પરંતુ એક વાર અમારી ચિઠ્ઠી જુઠી પડી નથી. પરંતુ તમે જે સીધે પ્રશ્ન પૂછ્યો છે, તેનો સીધો જવાબ મારે પણ આપવો જોઈએ. જો મારું વહાણ Rબેન સહીસલામત પાછું આવશે, તે તો મારી શાખ પાછી ફરી ચાલુ થશે, છેલ્લા થોડા વખતથી એક પછી એક એવા કમનસીબ અક
સ્માત બનતા આવ્યા છે કે, મને બજારમાં અત્યારે કોઈ નાણાં ધીરે તેમ નથી. એટલે મારે બધો આધાર ન પાછું આવે તે ઉપર છે; તે જો પાછું ન આવ્યું, તો પછી –'