________________
*
.
આશા અને ધીરજ વામાં આવી. તેમાંના એક ખલાસીએ ડાન્ટને માથાના વાળ પકડી બહાર કાઢયો, ત્યારે થાકથી તે ડૂબવા જ લાગ્યો હતો અને બેભાન થઈ ગયો હતો.
તે ભાનમાં આવ્યો ત્યારે જહાજ ઉપર પડેલો હતો. તેને બચાવનાર કોપ નામના ખલાસીએ તરત તેના મેં સામે પોતાની દારૂ ભરેલી મશક ધરી.
જહાજના કપ્તાને પછી તેની બારીક પૂછપરછ શરૂ કરી. આગલી રાતે ડૂબેલી હેડીને હું ખલાસી છું એવી વાત ડાન્ટેએ કહી; તથા પોતાના લાંબા વાળ તથા દાઢી બાબત એવો ખુલાસો કર્યો કે, મારે માથે દશ વર્ષમાં જળની ઘાત આવવાની હતી તેથી મેં બાધા રાખી હતી. આજે તે ઘાતમાંથી હું પાર ઉતર્યો, એટલે હવે મારી વાળ વધારવાની બાધા પૂરી થાય છે.
આ જહાજ દાણચોરોનું જ હતું, અને અજાણ્યા માણસને એ જહાજ ઉપર વધુ રાખવો એ જોખમભરેલું ગણાય. ઘણાં બંદરી રાજ્યના જકાતી અમલદારો અધવચ ડૂબતા ખલાસીઓને વેશે આવાં વહાણોની તપાસ કરવા પ્રયત્ન કરતા હોય છે.
વધુ પૂછપરછથી કપ્તાનને એટલી ખાતરી તે થઈ કે, માણસ સારો ખલાસી છે અને ભૂમધ્ય સમુદ્રનાં ઘણાંખરાં બંદરોની તેને પૂરી માહિતી છે. જેકપોએ તે કપ્તાનને આગ્રહ પણ કર્યો કે, આવા માણસને આપણા વહાણ ઉપર જ રાખી લેવો જોઈએ.
ડાન્ટેએ હવે કપ્તાનને પૂછયું: “તમારે કયે બંદરે જવું છે?' લંઘન બંદરે” તે પછી તમે આ લાંબો રસ્તો શા માટે લો છો?'
બીજો ટૂંકો રસ્તો વળી કયો છે ? વચ્ચે રિયો ટાપુનો ખડક પડે છે.”
“મારા કહેવા પ્રમાણે વહાણ ચલાવી જુઓ; તમે એ ખડકથી ખાસા દૂર રહીને જઈ શકશો.'