________________
કૅડરો ભૂતકાળ ઉખેળે છે બાવાજીએ કંડેરોની સામે લાંબી તીક્ષ્ણ નજર નાખીને પૂછ્યું: તારું નામ જ કેડરો, નહિ?'
હા જી, આપનું ધારવું તદ્દન સાચું છે.' તું માર્સેલ્સમાં ...મહોલ્લામાં રહેતું હતું, નહિ?”
“હા જી, તદ્દન સાચું, પરંતુ આપ પહેલાં અંદર તો પધારે. એક ગરીબ પ્રમાણિક માણસ સાચા દિલથી આપની જે કાંઈ ખાતર-બરદાસ કરી શકે તેટલી જરૂર કરશે. બાકી, આજકાલ તે આપ જાણો જ છો ને, કે પ્રમાણિક માણસને ધંધામાં સાંસા રહે છે, અને અપ્રમાણિક માણસો લીલાલહેર કરે છે.’
જો તું કહે છે તેમ જ હશે, તે મોડું વહેલું તને સાચ અને પ્રમાણિકતાનું ફળ મળ્યા વિના નહિ રહે જેમ દગા-ફટકો અને બદમાશીની સજા પણ મળ્યા વિના નહિ રહે.’ બાવાજીએ કંઈક મર્મમાં જવાબ આપ્યો.
ઠીક છે, બાપજી; આપ તે ધર્મગુરુ રહ્યા એટલે આપને મોંએ તો એ જ શબ્દો આવે; પણ અમારા જેવાને તો વ્યવહારમાં એથી ઊલટી જ વાત નજરે જોવા મળે છે : “ધર્મીને ઘેર ધાડ, અને અધર્મીને લીલાલહેર !”
તારી વાત ખોટી છે, એની સાબિતી હું પોતે જ છું.” એટલે?” કેડરો નવાઈ પામી બાવાજી સામે જોઈ રહ્યો.
પરંતુ સૌથી પ્રથમ તો મને ખાતરી થવી જોઈએ કે, હું જે કંડરોને શોધી રહ્યો છું, તે માણસ નું પોતે જ છે.'
આપને કેવી સાબિતી જોઈએ?
“૧૮૧૪ કે ૧૮૧૫ ના અરસામાં એડમંડ ડાન્ટ નામના કોઈ જુવાન ખલાસીને તું ઓળખતા હતા?'