________________
૩૮
આશા અને ધીરજ ધીમે ધીમે તેની જોવાની અને સાંભળવાની શક્તિ લુપ્ત થવા લાગી. જેલરને લાગ્યું કે, આ માણસ ભયંકર બીમારીમાં સપડાયો છે; ડાન્ટને લાગ્યું કે પોતાનું મરણ જલદી નજીક આવી રહ્યું છે. તે શાંતિથી મરવાની રાહ જોવા લાગ્યો.
અચાનક એક રાતના નવેક વાગ્યાને આશરે, તે સૂતો હતો તે બાજુની દીવાલ તરફ કંઈક અવાજ તેને સંભળાયો. ત્રણ કલાક સુધી એ અવાજ ચાલુ રહ્યો. પછી કંઈક જાણે ખસી પડયું હોય એવો ધબાકો થયો. પછી પાછું બધું શાંત થઈ ગયું. ડારે એ બધી હિલચાલ ઉપર રસપૂર્વક લક્ષ આપી રહ્યો હતે.
વિચાર કરતાં ડાન્ટેને ખાતરી થઈ કે, દરની ખેલીને કોઈ કેદી પિતાની મુક્તિ માટે ભૂગર્ભમાં કઠોર પરિશ્રમપૂર્વક ખોદકામ કરી રહ્યો હતો. તેના એ ધીરજભર્યા કઠોર પરિશ્રમ ઉપર વિચાર કરતાં કરતાં ડાન્ટને પિતાની આપઘાત માટેની કાયરતાની શરમ આવવા લાગી. એ ખેદકામ કરનાર કોણ છે, તથા તેના એ ખેદકામનું છેવટ શું નીપજે છે એ જાણવા મળે, ત્યાં સુધી તે જીવવું જ, એમ માની તેણે ઉત્સાહપૂર્વક ફરીથી ખાવાનું શરૂ કર્યું.
પરંતુ પછી તે પોતાની તરફથી પણ કંઈક ખેદકામ આદરીને તે ખોદકામ કરનારની પાસે બને તેટલું નજીક પહોંચવાનો વિચાર ડાન્ટને આવવા લાગ્યો. પરંતુ તેની પાસે ઘસરકો કરાય તેવું પણ કહ્યું સાધન ન હતું. ઘણા વિચાર બાદ તેણે પોતાના પાણીના કુજાને ઊંચેથી પછાડ્યો. તેનાં કઠણ કોચલામાંથી અણીદાર બેએક ટુકડા તેણે સંતાડી રાખ્યા, જેથી જેલરને કશો વહેમ ન જાય.
પછી જેલરના આવી ગયા બાદ પોતાના ખાટલો ખસેડીને, ખાટલા પાછળની ભીંત ઉપરના પ્લાસ્ટરના ભાગને તેણે ખેતરવા માંડયો. લુણો ખાઈને તથા કાયમ ભેજને લીધે એ પ્લાસ્ટર ઢીલું જ પડી ગયેલાં હતું. અર્ધા કલાકને અંતે તેણે એક મુઠ્ઠી જેટલું પ્લાસ્ટર ખેતરી કાઢ્યું.