________________
૪.
આશા અને ધીરજ
કહ્યું કે, હવે તેને તાંસળી નહિ મળે. કારણ કે તેની પેઠે બધા કેદીઓને જો નવાં નવાં ઠોબરાં આપવાં પડે, તે સરકારને દેવાળું જ કાઢવું પડે. હવે તો એ ભૂંડા ઓઘરાળાથી જ ડાન્ટેએ પાતાનું તાસક-તાંસળીનું કામ પણ લેવું પડશે !
ડાન્ટેએ હાથ જોડી ઈશ્વરના અંત:કરણપૂર્વક આભાર માન્યો. ડાન્ટેએ બીજી આખી રાત પણ ખાતરવાનું ચાલુ રાખવાને વિચાર કર્યો. પરંતુ ત્રણેક કલાક કામ કર્યા પછી તેને માલૂમ પડયું કે, વચ્ચે પથ્થરના પાટડો આડો આવ્યા હતા. તેની ઉપર લેાખંડની કશી અસર થતી ન હતી. તે પાટડાને પાર કરવા તેણે હવે કાં તો તે પાટડાની ઉપર કે નીચે નવું ખાદકામ કરવું જોઈએ.
ડાન્ટે હતાશ થઈ બોલી ઊઠયો : ‘હે ભલા ભગવાન ! તેં શું ધાર્યું છે? મારી આઝાદી તેં લઈ લીધી; મારું મૃત્યુ તે પાછું ઠેલાવ્યું; મને નવી કંઈ આશા આપી. પણ એ બધું શું મને આમ હતાશ કરીને ફરી મારવા માટે જ? આવું જ તારું દીનદયાળપણું ?'
· ઈશ્વરને દાષિત ઠરાવવા માટે કોણ તેને યાદ કરી રહ્યું છે?' એક અવાજ જાણે ઊંડાણમાંથી આવતા હોય તેમ સંભળાયા.
- તમે જે હા તે ભગવાનને ખાતર ફરી બાલા !' ડાન્ટે કરગરી પડયો.
‘તું કોણ છે?’
6
એક દુ:ખિયારા કેદી; જેલમાં મારા નંબર ૩૪ છે.’
‘તું કયા દેશના છે?’
‘ફ્રાન્સ’
તારું નામ ?'
ઍડમંડ ડાન્ટ.'
"
‘તારા ધંધા ?'
"