________________
ગુપ્ત ધનભડાર
૩૧
ડાન્ટે ચોંકી ઊઠયો. તેણે એબ ફેરિયાના આ ધનભંડાર બાબતના ગાંડપણની વાત સાંભળી હતી. અત્યાર સુધી એની કશી વાત બાવાજીએ ઉપાડી ન હોવાથી ડાન્ટને ખાતરી થતી જતી હતી કે બાવાજીનું એ ગાંડપણ કદાચ દૂર થયું છે પણ રોગના હુમલા પછી લકવાની અસર સાથે એ ગાંડપણને પણ પાછું આવેલું જોઈ, ડાન્ટે જરા ગભરાયા જેવા થઈ ગયા.
બાવાજીએ હસતાં હસતાં કહ્યું, ‘ બેટા, હું કદી ગાંડે હતા નહિ અને છું પણ નહિ. આ કાગળમાં મેં બળેલા કાગળની લીટીઓના અધૂરો ભાગ રાતદિવસ વિચાર કરી કરીને પૂરો કર્યો છે. તેને પેલા બળેલા કાગળની લીટીઓની સીધમાં મૂકીને વાંચ.’
ડાન્ટેએ બંને ટુકડા સીધમાં મૂકીને વાંચવા માંડયું : “ આજે ૧૪૯૮ના એપ્રિલની ૨૫મી તારીખે પાપ સાહેબ અલેકઝાન્ડર છઠ્ઠાએ મને જમવા બાલાવ્યા છે. મારા પદની કિંમત પેટે મારી પાસેથી પડાવેલી મેટી રકમથી સંતુષ્ટ થવાને બદલે તેમને મારી બાકીની મિલકતના વારસદાર થવું છે. તેથી તેમણે મને કાર્ડિનલ કેપ્રેરા અને બેન્ટીવાગ્લિયાની જેમ ઝેર આપીને મારી નાખવાની યેાજના ઘડીને નિમંત્રણ આપ્યું છે. તેથી હું મારા ભત્રીજા ગીડો સ્પાડાને મારો કુલ વારસદાર ઠરાવું છું. મેં મારો તમામ ખજાને – સાનાની પાટા, રોકડ, જરઝવેરાત – જેની કિંમત ૨૦ લાખ રોમન ક્રાઉન સિક્કા જેટલી થાય, તે મેન્ટે ક્રિસ્ટો નામના નાના ટાપુની ગુફામાં સંતાડયો છે. નાની ખાડીથી પૂર્વમાં વીસમા ખડકને ઊંચા કરતાં જ એ ખજાનો મળશે. આ ગુફામાં બે બાકાં કરવામાં આવ્યાં છે. બીજી ગુફાના દૂરના ખૂણામાં એ ખજાના છે.
૨૫ મી, એપ્રિલ ૧૪૯૮
પણ એટલામાં જેલરનાં પગલાંને બાવાજીને સાંપી ડાન્ટે પાછા પેાતાની
સીઝર સ્પાડા ”
અવાજ સંભળાતાં કાગળા ખાલીમાં ચાલ્યા ગયા. ત્યાં