________________
આશા અને ધીરજ - ડાએ જવાબમાં બાવાજીની કોશ લઈને તેને વાળી દઈ ગોળ કુંડાળું બનાવી દીધું અને પછી તેને સીધી પણ કરી આપી. - “અને તું પહેરેગીરને કશી પણ ઈજા જાણીજોઈને ન કરવાનું મને વચન આપે છે?”
“હા; માત્ર મારો જીવ બચાવવા જ હાથ ઉપાડવો પડે તે સિવાય તેના વાળને પણ હું વાંકો નહિ થવા દઉં.’
“તો પછી ચાલ, આપણે નવી યોજના હાથ ઉપર ધરીએ.' એમ કહી બાવાજીએ બંનેના એરડાને જોડતી ગલીને નકશો દોર્યો. તે ગલીની નીચેથી ભોંયરું ખોદતાં ખોદતાં, ઉપરની જે ઓસરી સાથે પગથિયાં વડે તે ગલી જોડાતી હતી અને જ્યાં પહેરેગીર સતત આંટા માર્યા કરતો હતો, ત્યાં સુધી જઈ પહોચવું; પછી ચોકીદારનો પગ અવારનવાર પડતો હોય એ જગામાં એક પથ્થર યોગ્ય વખતે નીચેથી અંદર સરકાવી દેવાય તેવી ગોઠવણ કરી રાખવી; પછી એ પથ્થર સાથે જ પહેરેગીરને અંદર ખેંચી લઈ, તેના હાથપગ બાંધી દઈ, તેના મોંમાં ડૂચો મારી દેવો. પછી ઓસરીની એકાદ બારીમાંથી નીકળી, દોરડાની નિસરણી વડે બહારની દીવાલ ઉપરથી નીચે ઊતરી પડવું.
ડાની આંખે આનંદથી ચમકવા લાગી.
તે જ દિવસથી બંનેએ પિતાનું કામ ભારે ઉત્સાહથી અને પરિશ્રમથી શરૂ કર્યું. નવા ખેદકામનાં ઢેફાંની ખૂબ મહેનતે ઝીણી ભૂકી કરી, બંનેની લીઓનાં જાળિયાંમાંથી પવન ઊપડે ત્યારે થોડી થોડી બહાર ઉરાડી દેવામાં આવતી.
પંદર મહિને સુરંગ તૈયાર થઈ. ઉપર ફરતા પહેરેગીરનાં પગલાંના ધબકારા નીચે બરાબર સંભળાતા હતા. હવે નાસી છૂટવા માટે ગાઢ અંધારી રાતની જ રાહ જોવાતી હતી. દરમ્યાન એ પથરો એમ ને એમ નીચે સરકી ન આવે અથવા પહેરેગીરને એ જગાએ