________________
નંબર ૩૪ અને નબર ૨૭ કોઈ ગણિતી હોય તે હિસાબ ગણી કાઢી શકે કે, આ રીતે બે વર્ષમાં વીસ ફૂટ લાંબો અને બે ફૂટ પહોળો રસ્તો ખેતરી શકાય!
પરંતુ કોટડીની મૂળ ભીંત પથ્થરના ઘડેલા અને ન ઘડેલા ટુકડાઓને ચણીને તૈયાર કરેલી હતી તથા ઉપર સળંગ પ્લાસ્ટર હતું. ત્રણ દિવસમાં ડાન્ટેએ ખૂબ સાવધાનીથી પ્લાસ્ટર ખોતરી કાઢીને એક આખે પથ્થર ખુલ્લો કરી નાખ્યો; પરંતુ હવે તેને ચણતરમાંથી ખસેડવો શી રીતે? તેને સરકાવવા તે સળિયા જેવું કઠણ અને ચપટું સાધન જોઈએ. અહીં એ કયાંથી લાવવું? ડાન્ટે પાછો હતાશ થઈ ગયો.
પણ થોડા વખત બાદ અચાનક તેને એક વિચાર સલ્ફર્યો. જેલર ડાન્ટને બીમાર ગણી તેને માટે થોડા દિવસથી લાંબા લોખંડના હાથાવાળા ઓઘરાળામાં રાબડી લાવતે હતે. ડાન્ટની માટીની તાંસળીમાં રાબ રેડી દઈને ઘરાળ તે પાછો લઈ જતો. ડન્ટેએ એક યુક્તિ વિચારી કાઢી. જેલર બારણું ઉઘાડે ત્યારે બરાબર તેને પગ પડે એવી જગાએ ડાન્ટેએ પિતાની તાંસળી ઊંધી મૂકી રાખી. સાંજે જેલર આવ્યો ત્યારે તેનો પગ પડતાં જ તે તાંસળી ફૂટી ગઈ. પોતાને પગ પડવાથી તે ફૂટી હોવાથી જેલરે વિશેષ કંઈ કરવાને બદલે ડાન્ટેને માત્ર ઠપકો આપ્યો અને બીજું કાંઈ વાસણ પાસે ન હોવાથી રાબવાળો ઘરાળો જ ત્યાં મૂકીને તે ચાલ્યો ગયો.
ડાન્ટેએ જેલર જતાં તરત ઘરાળામાંની રાબ ખાઈ લઈ, તેના હાથા વડે પથ્થર હલાવવા માંડયા. એક કલાકને અંતે પથ્થર ભીંતમાંથી ખસીને બહાર આવ્યો અને દોઢેક ફૂટની બખલ ભીંતમાં પડી. તેની પાછળ તે બધું પૂરણ જ હતું. ડાન્ટેએ આખી રાત એ હાથાનો ઉપયોગ પૂરણ ખોતર્યા કરવામાં જ કર્યો. સવાર થતાં તેણે પથ્થરને તેની જગ્યાએ પાછો ગોઠવી દીધો અને પોતાનો ખાટલો એની આગળ આડો મૂકી દીધો. ખોતરેલી માટીને તેણે એકદમ નજરે ન પડે તેમ આઘી પાછી કરી દીધી.
બીજે દિવસે જેલર નવી તાંસળી ન લાવ્યો. તેણે માત્ર એટલું જ