________________
આશા અને ધીરજ બંને કેદીઓ વચ્ચે અરસપરસનાં સુખદુ:ખની વાત ચાલી. માણસને માણસની સોબતની કેટલી જરૂર હોય છે, તે ડાન્ટને જાણે પહેલી વાર સમજાયું.
વાતવાતમાં ડાન્ટેએ તેમને નવી દિશામાં પ્રયત્ન ચાલુ રાખવા આગ્રહ કર્યો, ત્યારે બાવાજીએ કહ્યું, “બેટા, પુરુષાર્થ કરવામાં આપણે મણા ન રાખીએ અને છતાં સફળ ન થવાય, ત્યારે જાણવું કે, આપણે પ્રયત્ન ઈશ્વરને માન્ય નથી.”
પરંતુ એક પ્રયત્ન નિષ્ફળ જાય તેથી બીજો વધુ સબળ, વધુ વિચારી કાઢેલો પ્રયત્ન ન કરવું શું?
“ભાઈ, તને ખબર નથી કે મારો આ પ્રયત્ન કેવો સબળ હતું તથા કે શાંતિથી અને સમજપૂર્વક વિચારી કાઢેલ હતા. રસ્તા ખેતરવાનાં સાધનો ખાટલાના લોખંડના ખૂણિયા અને ચીપમાંથી બનાવતાં મને ચાર વર્ષ લાગ્યાં હતાં. ત્યાર પછી બે વર્ષ સુધી રસ્તો ખેતરવા મેં જે સતત પ્રયત્ન કર્યો છે, તેની કલ્પના તને આવે તેમ નથી. આખી રાત ઘસ્યા-ખેતર્યા કરું ત્યારે સવાર સુધીમાં કોઈક વાર એકાદ ઇંચ જેટલો જ ભૂકો ખર્યો હોય. પછી ચણતરના મોટા મોટા પથરા ખસેડવામાં શું નહિ વીત્યું હોય? વળી આ બધું એ રીતે કરવાનું કે જેથી કોઈને વહેમ ન જાય. આ પચાસ ફૂટ ખોદકામનો નીકળેલો ગેરો ગમે ત્યાં નંખાય નહીં કે ભેગો કરાય નહીં. સદ્ભાગ્યે મારા ઓરડાની બાજુમાં દાદર હતો. તેનાં પગથિયાં નીચેની પિલી બખલની ભીંત કોચીને આ બધો ભૂકો તેમાં હું ભર્યા કરતે. તે પણ હવે બધી જ ભરાઈ ચૂકી છે. એક મૂઠી ભૂકો પણ તેમાં હવે વધુ સમાય તેમ નથી.'
આશ્ચર્યમુગ્ધ થઈને આ ભગીરથ પુરુષાર્થની અદ્ભુત કથા સાંભળી રહ્યો. આ નાનકડા દેખાતા બાવાએ જે ખોદકામ કરવા ધાર્યું હતું, તે બરાબર પૂરું થયું હોત તેપણ કિલ્લાની દીવાલમાં પાડેલા