________________
જેમાં ડાન્ટે પેાતાની વાત કહે છે
૫૧
બદમાશી ઉપરાંત હવે વધુ કાંઈ શેાધી આપવામાં હું તને મદદ કરી શકું તેમ છું?
"
‘હા, હા; તમારી નજર ગૂઢમાં ગૂઢ રહસ્યને પણ પ્રત્યક્ષ જોઈ શકે છે. મને એટલું જરૂર કહા કે, મારી બીજી વાર તપાસ કેમ ન થઈ? તથા મારા ઉપર કામ ચલાવ્યા વિના તથા કોઈ પણ સજા ફરમાવ્યા વિના અહીં શા માટે કોણે ધકેલી દીધા ? એ વસ્તુએ જ મને સૌથી વધુ નુકસાન કર્યું છે.'
‘એ જરા જુદી અને ગંભીર બાબત છે. તારે મને દરેક મુદ્દા ઉપર ઝીણામાં ઝીણી માહિતી આપીને મદદ કરવી પડશે. પ્રથમ તો મને એ કહે કે, તારી પ્રાથમિક તપાસ કોણે કરી હતી, અને તેની ઉંમર કેટલી હતી !'
નાયબ-કોટવાળે મારી તપાસ કરી હતી અને તેમની ઉંમર ૨૬-૨૭ વર્ષની હશે. ’
,
‘અર્થાત્ મહત્ત્વાકાંક્ષી હાવા માટે પૂરતી ઉંમરને; પણ હ્રદય છેક જ કઠણ થઈ જવા માટે નાની ઉંમરના. ઠીક, તેના તારા પ્રત્યેના વર્તાવ કેવા હતા ?'
"
‘ કઠોર નહિ પણ માયાળુ. મે તેને બધી વાત પહેલેથી છેવટ સુધી સાચેસાચ કહી સંભળાવી હતી.
9
‘તારી તપાસ દરમ્યાન કોઈ જગાએ તેના વર્તાવમાં ચિંતા ફેર પડી ગયા હાય એમ બનેલું ?'
‘ હા, હા; મારી પાસેથી પકડેલા ગ્રાન્ડ માર્શલવાળા કાગળ તેણે વાંચ્યા ત્યારે તે એકદમ ગાભરો બની ગયો હોય એમ મને લાગ્યું હતું. જોકે મને તેણે એવા ખુલાસા કર્યો હતા કે, એ કાગળને કારણે મારે માથે જે ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે, તેના ખ્યાલથી તેને તે ગભરામણ થઈ છે.'