________________
આશા અને ધીરજ
શ્રી. મૉરેલ હવે ડૅન્ગ્લર્સની પાસે આવીને ધીમે અવાજે પૂછવા લાગ્યા : ‘આપણા વહાણને ડાન્ટે એલ્બા ટાપુ તરફ લઈ ગયા હતા એ વાત તે મારા સિવાય બીજા કોઈને કરી હતી ?'
૨૧
* હરિંગજ નહીં; હું સમજું છું કે આપના કાકા શ્રી. પાલિકર મૉરેલ નેપાલિયન બાદશાહના વિશ્વાસુ અને વફાદાર સેવક હતા, અને તેથી આપનું નામ પણ રાજદરબારમાં શંકાસ્પદ માણસ તરીકે ગવાયેલું છે. વહાણના માલિક તરીકે આપને તે બધી વાત મારે કરવી જોઈએ, એટલે મેં કરી હતી. પણ તે સિવાય બીજા કોઈને તે વાત કહેવા જઈને મારા માલિકને કંઈ પણ નુકસાન થાય, તેવું હું કદી કરું ખરો ?'
• ઠીક, ડૅન્ગ્લર્સ, ઠીક; તું બહુ સમજણા માણસ છે. પણ હવે આ ખટલે। લંબાય ત્યાં સુધી આપણે વહાણ માટે બીજી કંઈક વ્યવસ્થા વિચારવી પડશે ને ?'
‘હું આપની સેવામાં હાજર છું, સાહેબ; મને વહાણવટાને ઠીક ઠીક અનુભવ છે; એટલે એક અનુભવી કપ્તાન જેટલું કામ હું જરૂર આપી શકીશ, ઉપરાંત, ડાન્ટને કંઈ સજા થશે એવું હું હજુ માનતા જ નથી; તેથી હાલ તુરત કપ્તાનની જગાએ મારી નિમણુક કરશેા, તે પછી ડાન્ટે જ્યારે પાછા આવશે ત્યારે તેનું કપ્તાનનું કામ સંભાળી લેશે, અને હું મારા જૂના કામે પાછા ચડી જઈશ; એટલે વારેઘડીએ કથા ફેરફાર નહીં કરવા પડે.’
· શાબાશ, શાબાશ; તે ડહાપણભરેલી સલાહ આપી છે. એ જ પ્રમાણે હું અત્યારથી જ ગાઠવણ કરી દઉં છું. તું હવે સીધે વહાણ ઉપર ચાલ્યા જા. હું થોડી વારમાં નાયબ કોટવાળ શ્રીમાન દ' વિલેૉર્ટને મળીને ડાન્ટની બાબતમાં જે કંઈ થઈ શકે તે કરવા જાઉં છું. વિલેૉર્ટ આમ તો રાજભક્ત માણસ છે, પણ માણસ તરીકે ખરાબ નથી; અને મારે તેની સાથે કંઈક ઓળખાણ જેવું પણ છે.’