________________
સે દિવસનું પુનરાગમન
૩૩ શ્રી. મોરેલે આ અવસર જોઈ, ડાન્ટના છુટકારા માટે વિલેફૉર્ટ ઉપર તગાદો કરવા માંડ્યો. વિલેફૉર્ટે પણ હવે તાકીદ કરવા તેમને પ્રધાન ઉપર સીધી અરજી કરવા કહ્યું. તેમાં તેણે એવું લખાવડાવ્યું કે, નેપોલિયન બાદશાહની ફ્રાંસ પાછા ફરવાની બાબતમાં ડાન્ટેએ અગત્યની સેવા બજાવી હતી. ડાન્ટના ઝડપી છુટકારાની આશાએ શ્રી. મોરેલે એ બધું અતિશયોક્તિભર્યું વર્ણન લખી આપ્યું.
વિલેફૉર્ટે તે અરજી આગળ મોકલી જ નહિ. ડાન્ટેને કેવળ પિતાના સ્વાર્થ ખાતર તેણે જ ભારે સજા કરાવેલી હોઈ, તેને ફરી કેદખાનાની બહાર લાવી, એ આખી સજાની ફરી તપાસનું જોખમ ખેડવાની તેની મરજી ન હતી.
ઉપરાંત હજુ નેપોલિયન ગાદી ઉપર સ્થિર થયો લાગતે ન હતો. યુરોપના બધા રાજાએ તેની સામે થવા તૈયારી કરી રહ્યા હતા. એટલે, એ લડાઈનો શો ફેંસલો આવે છે તે જોવા થોભી જવામાં જ ડહાપણ હતું.
અને થયું પણ તેમ જ. નેપોલિયનને એલ્બામાંથી ફ્રાંસ પાછા આવ્યે પૂરા સો દિવસ થયા ને વૉટલૂની યાદગાર લડાઈ થઈ. તેમાં નેપોલિયન હાર્યો. આ વખતે તેને દૂર હેલેના ટાપુમાં હંમેશને માટે ધકેલી મૂકવામાં આવ્યો. ત્યાંથી તે ફરી જીવતે પાછો ફરવાનું ન હતું.
રાજા લૂઈ ફરી ગાદીએ આવ્યો. જૂના રાજભક્તોને ફરી પાછી બઢતી મળી. વિલેફૉર્ટને પણ કોટવાળની જગા મળી. નેપોલિયનના પક્ષકાર ગણાતા મૉરેલથી હવે તેની પાસે મોં બતાવવા જેવું પણ ન રહ્યું!
નેપોલિયન સો દિવસ ગાદીએ આવ્યો તે અરસામાં ડારે ભલે ન છૂટયો; પણ તે છૂટશે જ અને પિતાનું વેર લેશે એ બીકનો માર્યો ડેગ્લર્સ શ્રી. મૉલની નોકરી છોડી દૂર પેનમાં ચાલ્યો ગયો; અને શ્રી. મૉલની જ ભલામણચિઠ્ઠીથી કોઈ વેપારીની નોકરીમાં દાખલ થઈ ગયો.
આ૦- ૩