________________
વિલેફેર્ટ
નાયબ કોટવાળ દ’ વિલેફૉર્ટને ત્યાં આ વખતે તેના વિવાહની જ મિજબાની ચાલી રહી હતી. તેને વિવાહ માર્કિવસ સેન્ટમેરાનની દીકરી રેની સાથે થયો હતો. માર્કિવસ તેમ જ તેમનાં પત્ની પ્રખર રાજભક્ત હતાં, અને માર્નિવસના સસરાને તો ક્રાંતિવાદીઓએ ફાંસીને માંચડે ચડાવી દીધા હતા. તેથી ઊલટું, દવિલેકૉર્ટના પિતા કાઉન્ટ નેહરટિયર કાંતિવાદી પક્ષના માણસ હતા, અને તેમની સાથે પોતાનો સંબંધ છેક ભૂંસી નાખવા તેણે પોતાનું નામ પણ દ’ વિલેફૉર્ટ એટલું જ રહેવા દીધું હતું.
વિવાહની મિજબાનીને દિવસે પણ માર્કિવસની પત્નીએ બધાની વચ્ચે દ’ વિલેફોર્ટના બળવાખોર પિતાને ઉલ્લેખ કરીને ભાવી જમાઈને તાકીદ આપી કે, ‘તમારે માટે અમે રાજાજી પાસે લગભગ જામીન થયાં છીએ કે, તમે રાજા પ્રત્યેની ફરજો એકનિષ્ઠા અને વફાદારીથી બજાવશો; તથા કોઈ રાજદ્રોહી ગુનેગાર હાથમાં આવે, તે તમારા પિતાના સંબંધને કારણે તેને આકરામાં આકરી સજા કરતાં અચકાશે નહીં.”
વિલેફૉર્ટે જણાવ્યું, “એ બાબતમાં તમે એક જ નિશ્ચિત રહેશે, ભલભલા કટ્ટર રાજદ્રોહીઓ પણ મારા હાથમાં તેમને મુકદમો આવે છે, ત્યારે અદાલત વચ્ચે જ ભાંગી પડે છે. અદાલતની મારી કામગીરી જોવા કેટલાંય અમીર-ઉમરાવોનાં કુટુંબો ખાસ હાજર રહે છે !
તે જ ઘડીએ વિલેફોર્ટની ભાવી પત્ની રેનીની એક લાડકી સહિયર બોલી ઊઠી, “અરે ભાઈસાહેબ, તમને ભલા કહું! મહેરબાની