________________
આશા અને ધીરજ કરી, અમે અહીં તમારા લગ્નપ્રસંગે હાજર છીએ તે દરમ્યાન જ એ કોઈ મુકદમો ઊભો કરે ને! મેં કદી અદાલત જોઈ નથી !'
રેની આ વખતે વચ્ચે જ પતિ સામે જોઈને બોલી ઊઠી, “જુઓ, તમે મને વચન આપ્યું છે કે, આપણા લગ્નપ્રસંગે હું જે કોઈને માટે વિનંતી કરું તેને મોતની સજામાંથી પણ તમારે માફી આપવી ! મારા લગ્નપ્રસંગની ઉજવણી હું કોઈની કતલથી કરવા ઇચ્છતી નથી. મારે નસીબે તમે આવા જલ્લાદનો ધંધો કરનાર ક્યાંથી આવી મળ્યા !'
રેનીની માએ પુત્રીને આવા કાયર વિચારો ધરાવવા બદલ ધુતકારી કાઢી. “રાજાના દુશ્મનો હજુ ધમપછાડા અને કાવતરાં કર્યા જ કરતા હોય, તેવે વખતે રાજાના અધિકારીને એવી કુમળી લાગણીઓ ધારણ કરવાની ન હોય ! સાચા રાજભકતે તો પોતાના લગ્નની ઉજવણી એવા રાજદ્રોહીના શિરછેદથી જ કરવી જોઈએ !”
તે જ ઘડીએ પિલીસને માણસ બહાર એક રાજદ્રોહીની ધરપકડના કાગળો લઈને આવી પહોંચ્યો. કોટવાળ સાહેબ બહારગામ ગયા હેવાથી તેમના સેક્રેટરીએ ડાન્ટેને તેના કેસનાં કાગળિયાં સાથે વિલેફૉર્ટને ત્યાં મોકલી આપ્યો હતો, પરંતુ વિલેફોર્ટને સસરાને ત્યાં ગયેલ જાણી, એક પોલીસવાળો ત્યાં તેમને તેડવા આવ્યો હતે.
વિલેફૉર્ટ એ કાગળિયાં વાંચી રાજી થતો ઊછળીને બોલી ઊડ્યો, “શાબાશ ! ખરો ભયંકર ગુનેગાર મારા હાથમાં આવી પડયો છે. એના કાગળો જોતાં જ તે સીધો જલ્લાદના કુહાડા નીચે જ જશે એમ લાગે છે. લે, તમારામાંથી જેને હવે મારી અદાલતનું કામકાજ જોવું હોય, તેને પધારવા મારું હાર્દિક આમંત્રણ છે!'
રેની બિચારી ડૂસકાં ભરતી બોલી ઊઠી :
ના, વિલેફોર્ટ, નાઆપણા લગ્નની ઉજવણીને નિમિત્તે અને મને આપેલા વચનને ખાતર પણ એ માણસને તમે જીવતે જવા દેજો, એટલું હું અત્યારથી જ માગી લઉં છું!'