Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
T
0
.
૨૫૪]
[ શ્રી અનુભવ પ્રકાશ તેને નિર્વિકલ્પદશા કહી. વળી તેમાં જ્ઞાન-દર્શન અંતરમાં સ્વસમ્મુખ વળેલાં છે, તેથી તેને આત્મસન્મુખ ઉપયોગ કહેવાય છે, તથા તેને જ ભાવમતિ અને ભાવકૃત પણ કહેવાય છે, અથવા તેને જ સ્વસંવેદન કહો અને તે જ વસ્તુમાં મગ્નતારૂપ ભાવ છે. દ્રવ્યસંગ્રહમાં ઘણાં નામો વર્ણવ્યા હતાં, તેને જ સ્વઆચરણ કહેવાય છે. દયાભક્તિ વગેરે રોગપરિણામ, તે પર-આચરણ છે, ને ઉપયોગ અંતરમાં એકાગ્ર થયો તે સ્વ-આચરણ છે, તે જ સ્થિરતા છે, તે જ વિશ્રામ છે. રાગ તે અસ્થિર અને અવિશ્રામરૂપ છે. વળી સ્વસુખ કહો કે ઇંદ્રિય-મનાતીત એવો અતીંદ્રિયભાવ કહો, શુદ્ધોપયોગ કહો કે સ્વરૂપમગ્નભાવ કહો-તે જ નિશ્ચયભાવ છે, રાગાદિ વ્યવહારભાવનો તેમાં અભાવ છે. તે સ્વરસસામ્યભાવ છે, તે જ સમાધિભાવ છે, તે જ વીતરાગભાવ છે, સ્વભાવસભુખભાવમાં રાગાદિનો અભાવ છે, રાગાદિ તો અસમાધિ છે, પરરસ છે અને સ્વસમ્મુખભાવમાં વીતરાગતા, સ્વરસ અને સમાધિ છે.
વળી તે જ અદ્વૈત એવા આત્મસ્વભાવને અવલંબનારો ભાવ છે, તે જ ચિત્તનિરોધરૂપ ભાવ છે, તે જ નિજધર્મરૂપ ભાવ છે અને તે જ યથાસ્વાદરૂપભાવ છે. તેમાં જેવો સ્વભાવ છે તેવો સ્વાદ આવ્યો. આ પ્રમાણે સ્વાનુભવદશાનાં ઘણાં નામો છે.
ધર્મની વિધિ શું છે? તે પહેલાં સમજવું જોઈએ. અંતરમાં ચિદાનંદ સ્વભાવની રુચિ અને નિર્ણય કરવો તે માર્ગ છે. કઠણ માનીને મૂંઝાવું ન જોઈએ. આત્માની સ્વાનુભવદશાનાં અનેક નામો છે, પણ તેમાં એક સ્વઆસ્વાદરૂપ અનુભવદશા તે મુખ્યનામ છે. સુખનો રસિયો જીવ પર તરફ ઝાંવાં નાખે, તેને બદલે સ્વ તરફ વળીને અનુભવ કરે તો આત્માના આનંદનો સ્વાદ આવે, માટે તેને
સ્વાદરૂપ અનુભવદશા એવું મુખ્ય નામ આપ્યું. આનંદના અનુભવની મુખ્યતા છે, આનું નામ ધર્મ છે. તે પ્રગટવાનું સાધન શું? ગમે તેવા સંયોગો કે વિકલ્પની વૃત્તિ હો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com