Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨]
[ શ્રી અનુભવ પ્રકાશ છે. આત્મા અનંત ગુણસ્વરૂપ વસ્તુ છે, પણ તેનો જ્ઞાનગુણ અસાધારણ છે તેથી જ્ઞાનમાત્ર કહ્યો છે. જ્ઞાન વિના આત્માને નક્કી કોણ કરત? સમયસાર વગેરે ગ્રંથોમાં આત્માને જ્ઞાનમાત્ર જ કહ્યો છે:
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
ભગવાન આત્મા જ્ઞાન છે. પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન અનંત ગુણોમાં વ્યાપીને રહ્યું છે. આવા જ્ઞાનસ્વરૂપ લક્ષણ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે, માટે આત્માને જ્ઞાનમાત્ર કહીને ઓળખાવ્યો છે. જેમ મંદિરને “ધોળું મંદિર,” એમ કહીને ઓળખવવામાં આવે છે, હવે ત્યાં મંદિરમાં બીજા પણ રંગો તો છે, પણ દૂરથી શ્વેતાંગની મુખ્યતા ભાસે છે, તેથી વૈતરંગની પ્રધાનતા વડે મંદિરને ઓળખાવે છે. તેમ આત્મામાં અનંત ગુણો છે પણ તેમાં જ્ઞાનગુણ વડે આત્મા ઓળખાય છે, માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે. ભગવાન આત્મા જ્ઞાન વડે પોતે પોતાથી જણાય છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, માટે તેના વડે આત્મા ઓળખાવ્યો છે.
વળી એકેક ગુણમાં અનંત શક્તિ છે. એક ગુણ બીજા અનંતગુણોમાં વ્યાપક છે. જ્ઞાનસ્વરૂપને નક્કી કરવું તેનું નામ ધર્મ છે. એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણવાની તાકાત છે. તેને પ્રતીતમાં લઈને એકાગ્ર થતાં એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી તાકાત પર્યાયમાં ખીલી જાય છે.
વસ્તુનો જેવો સ્વભાવ હોય તેવો જ્ઞાન જાણે છે, પણ ત્યાં “હું આ કરું છું” એમ ભ્રમથી અજ્ઞાની માને છે. જમણા પછી ડાબો પગ ઊપડશે એમ જ્ઞાન જાણે છે, પણ “મેં પગ ઉપાયો” એમ અજ્ઞાની ભ્રમથી માને છે, જ્ઞાનના સ્વભાવને તે જાણતો નથી. આત્મામાં અનંત ગુણો છે ને એકેક ગુણની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com