Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
T Aળ ,, ,
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૨]
[ શ્રી અનુભવ પ્રકાશ પરથી વિભક્ત થયો એટલે સ્વથી એકત્ર થયો–આ અસ્તિ-નાસ્તિની વાત છે. અનંત ગુણનું પરિણમન શુદ્ધ થયું એટલે અંતર્સમાધિ પ્રગટી. નિર્વિકાર ધર્મના વિલાસનો પ્રકાશ થયો. રાગાદિરહિત ભાવનમાં મનોવિકાર ઘણો ગયો. પહેલાં પ્રતીતિ થઈ કે હું જ્ઞાન છું, વિકાર નહિ, પર નહિ ત્યાં તો રાગાદિ વિકારના સ્વામીત્વનો નાશ થાય છે અને આગળ જતાં સ્થિરતા થતાં થતાં શુદ્ધિ વધે છે અને મનનો વિકાર પણ નાશ પામે છે.
આવી સમાધિ-સ્વરૂપદષ્ટિપૂર્વક સ્થિરતા કરીને સ્વભાવની શાંતિ પ્રગટ કરી અને ભગવાને તપ કહે છે. આવો તપ કરીને ભગવાને કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. લોકોને તપની પણ ખબર નથી. તમને જગત કષ્ટરૂપ માને છે. સ્વભાવની સ્થિરતા અને પરભાવનું વિસ્મરણ થાય એવી જમાવટ કરવાથી શીઘકાળમાં પરમાત્મા થાય છે. આ સહુજનો ધંધો છે. જે એને કષ્ટરૂપ માને છે તેને વસ્તુની ખબર નથી.
આત્મામાં સ્વરૂપલીનતા કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. મિથ્યાત્વભાવનો નાશ જેને થતો નથી તેને મનનો વિકાર મટતો નથી. મિથ્યાત્વના નાશનો ઉપાય કરે નહિ અને બીજી કડાકૂડ કર્યા કરે તો તેને સંસારનો નાશ થતો નથી. મિથ્યાત્વરૂપી મોહ મોટો દુશ્મન છે. આ મોહ તે આત્માનો ઊંધો ભાવ છે. તે અનાદિથી જીવને સંસારમાં નચાવે છે. ધર્મના બહાને અનેક ક્રિયા કરે છે તે બધા મોહથી નાચી રહ્યા છે. આત્મા જ્ઞાયક છે એવી વાત સાંભળવામાં કંટાળો આવે છે અને કોઈ કહે કે રાગ ઘટાડો તો ધર્મ થઈ જશે ત્યાં તેને હોંશ આવે છે. તે મિથ્યાત્વભાવની રુચિવાળો છે. તે સંસારમાં રખડે છે. મિથ્યાત્વ સેવીને હરખ માની માનીને સંસારમાં પરિભ્રમણ કરે છે. જો કોઈ ત્યાગની વાત કરે, ધનથી ધર્મ થશે અને ધર્મથી ધન મળશે–આવી વાતો કરે તો ત્યાં હરખ માની માનીને જીવો મિથ્યાત્વ સેવી રહ્યા છે.
લાખો રૂપિયાનાં દાન કરીને, ઉપવાસ આદિ તપશ્ચર્યા કરીને ધર્મ માને છે અને હુરખ કરે છે. વ્રતાદિ લઈને ધર્મ માની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com