Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 410
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૫] [૩૯૯ નથી. પૂર્વ પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ ને ગુણરૂપે ધ્રુવ-દરેક પદાર્થમાં થઈ રહેલ છે. અજ્ઞાની જૂઠું અભિમાન કરે છે. વ્યવહારે તો હું પરનો કર્તા છે એવું મિથ્યાત્સવશલ્ય અજ્ઞાનીને હોય છે. પર પદાર્થની પર્યાય આત્મા કરી શકતો હોય તો તે પદાર્થના ગુણના વર્તમાને શું કર્યું? પરના જીવન-મરણ અથવા સુખ-દુઃખ કરવાની તાકાત જીવમાં નથી, જીવનો અશુભભાવ પોતાની મર્યાદામાં રહે છે, પણ પરમાં કામ કરતો નથી. એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ, -ત્રણે અંશો દરેક પદાર્થમાં સ્વતંત્ર રહેલા છે. જ્ઞાની સમજે છે કે પરની પર્યાય પરના કારણે થાય છે ને પર્યાયમાં રાગ થાય છે તે પણ અપરાધ છે. તેનો પણ ખરેખર કર્તા નથી, આત્મા જ્ઞાનનો કર્તા છે. આમ સમજે તો ધર્મ થાય. આત્મા દષ્ટિદ્વાર વડે દેખે છે. અજ્ઞાનીને ભ્રમ પડે છે કે આંખરૂપી છિદ્ર દ્રારા દેખે છે. આ શરીર છિદ્ર કે તડ વિનાનું છે. સંઘાત નામકર્મની પ્રકૃતિના નિમિત્તે શરીર અખંડ દળ છે, તેમાં તડ નથી. આત્માની આડે અખંડ શરીર હોવા છતાં તે પોતાના દષ્ટિદ્વાર વડે દેખે છે. આત્મા ઇંદ્રિય વડે દેખતો નથી. ઇંદ્રિય અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે. આત્મા સ્વયંસિદ્ધ છે. જેની આવી દષ્ટિ થઈ છે તેવો ધર્મી કહે છે કે હું દષ્ટિદ્રાર વડે દેખું છું, જ્ઞાતા જ્ઞાન વડે જાણું છું, પુસ્તકથી નહિ પણ વર્તમાન જ્ઞાનપર્યાયથી જાણું છું. –એવો મારો સ્વભાવ છે. આમ પોતાના ઉપયોગ વડે પોતે દેખે જાણે છે. કર્મથી, શરીરથી કે પુણ્ય-પાપથી મારું ચેતનપણું નથી, મારું ચેતનપણું મારા જાણવાદેખવાના ઉપયોગથી છે. પરની ક્રિયા પરના કારણે થાય છે, તે પદાર્થ સત છે, અનાદિનિધન છે. તેનો કર્તા ત્રિકાળમાં અન્ય કોઈ નથી ને તેની વર્તમાન પર્યાયનો પણ અન્ય કોઈ કર્તા નથી. આત્મા ત્રિકાળ સત્ છે. તેની વર્તમાન પર્યાય રાગની હો કે ગમે તે હો, તે તેના કારણે સત્ છે. આમ ધર્મી જીવ સમજે છે–વિચાર કરે છે. દીકરા-દીકરી સ્વતંત્ર છે; તેનો દેહ ને આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427