Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ગુરુદેવ પાસે આવીને, સવિનીત ભાવે સંકેત સુવિદિત કર્યો. જેમણે એકસો પીસ્તાલીસ વૈરાગીને સંયમના સાજ સજાવ્યા, જૈન—શાસનમાં સ્થાન અપાવ્યું, એટલું જ નહિ પરંતુ સ્ત્રીશક્તિને બિરદાવી, આગમ અધ્યયન કરાવી, સુસંસ્કૃતા બનાવી છે, તેવા ગુરુદેવ પોતાના શિષ્યા પરિવાર પર વિશેષ વિશ્વાસ મૂકી મૌનભાવે અભયમુદ્રાએ આશીર્વાદ
આપ્યા.
તે જ સમયે ઉજમ–મોતી-આમ્ર—અમૃત પરિવારમાં એક કલ્યાણકારી, સુદર્શનીય કલરવ વ્યાપી ગયો. આગમ બત્રીસીના વિવેચન સહિત ગુજરાતી અનુવાદ કરવાના સૌભાગ્યે સહુના અંતરમાં આનંદ છલકાયો. સતિવૃંદે દઢ સંકલ્પ સાથે આગમ—લેખન કાર્યને યથાશક્તિ વધાવી લીધું.
"પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષે આગમ બત્રીસી પ્રકાશન તેમજ પ્રાણ ગુરુ સ્મૃતિગ્રંથ વગેરે સમાજોપયોગી આયોજનો થયાં. ઋણ મુક્તિ માટે થયેલાં આ કલ્યાણકારી આયોજનોને સફળ બનાવવા માટે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રાએ "શ્રી પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ"ની રચના થઈ. અમીરવંતા અને ખમીરવંતા ગુરુભક્તોએ આ ભગીરથ કાર્યની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી.
યોગાનુયોગ પૂ. તપસ્વીરાજની નિશ્રામાં વાણીભૂષણ બા. બ્ર. પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા.ની પ્રેરણાથી નવ જ્ઞાનગચ્છના આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સા. નો સુયોગ સુલભ બન્યો. પૂ. ગુરુદેવે તેમની યોગ્યતાનુસાર સંશોધન કાર્ય તેમને સોપ્યું. સ્વાધ્યાય પ્રેમી મુનિ મહારાજે તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને પોતાની તન– મનની શક્તિને આગમ કાર્યમાં અત્યધિક સમર્પિત કરી દીધી. આવા જ સમર્પિત ભાવ રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આગમ પ્રકાશન માટે દર્શાવીને જૈન શાસનની અણમોલ સેવાકીય જ્યોત પ્રકાશિત રાખી.
સુકાર્યનો પ્રારંભ થયો, એટલું જ નહીં પરંતુ અલ્પ સમયમાં જ સહુનો પુરુષાર્થ વેગવંતો બન્યો અને ડૉ. સાધ્વી શ્રી અમિતાએ ઉત્તરાધ્યયન સૂત્રના ગુજરાતી અનુવાદનું કાર્ય હાથ ધર્યુ. આ સૂત્રના ૩૬ અધ્યયન છે. તેનું સ્થાન ઉપાંગમાં મૂળ સૂત્ર રૂપે છે. અર્થાત્ ચાર મૂળ સૂત્રમાં બીજું નામ તેમનું છે. મૂળ હંમેશાં સૂત્રધારનું કામ કરે છે. નાટકનો મૂળ આધાર સૂત્રધાર હોય છે. સૂત્રધારની બોલવાની છટા ઉપર જ સમાજમાં
30