Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના સંખ્યાતમા ભાગનો છે.
| ४५ सिद्धाणं भंते ! केवइयं कालं विरहिया सिज्झणयाए पण्णत्ता ? गोयमा ! जहणणं एगं समयं, उक्कोसेणं छम्मासा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સિદ્ધ જીવોનો સિદ્ઘ થવાનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે.
४६ रयणप्पभापुढविणेरइया णं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ? गोयमा ! जहणेण एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता ।
एवं सिद्धवज्जा उव्वट्टणा वि भाणियव्वा जाव अणुत्तरोववाइय त्ति । णवरं जोइसियवेमाणिएसु चयणं ति अभिलावो कायव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોનો ઉર્તના–મરણનો વિરહકાલ કેટલો છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો છે.
જે રીતે ઉપપાત વિરહનું કથન કર્યું છે, તે જ રીતે સિદ્ધોને છોડી અનુત્તરૌપપાતિક દેવો સુધી ઉર્તના વિરહકાલ પણ કહેવો જોઈએ. વિશેષતા એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના નિરૂપણમાં ઉર્તનાના સ્થાને ચ્યવન’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોના જન્મ-મરણના વિરહકાલની પ્રરૂપણા કરવામાં આવી છે. પ્રથમ નરક પૃથ્વી અને સમુચ્ચય નરકગતિનો ઉ૫પાત વિરહકાલ – પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીનો ઉપપાત વિરહકાલ ૨૪ મુહૂર્તનો છે અને સમુચ્ચય નરકગતિનો ઉપપાત વિરહકાલ બાર મુહૂર્તનો છે. સમુચ્ચય નરકગતિમાં સાતે નરકના નૈયિકોનો સમાવેશ થાય છે. તેથી તેનો ઉપપાત વિરહકાલ પ્રથમ નરક પૃથ્વી કરતાં અલ્પ સમયનો છે.
યથા– કોઈ શાળામાં ૮ દિવસ પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો હોય, તો આઠ દિવસ સુધી એક પણ વર્ગમાં એક પણ બાળકને પ્રવેશ મળતો નથી. તે જ શાળાના પ્રથમ વર્ગમાં પંદર દિવસનો પ્રવેશ નિષેધ હોય તો પંદર દિવસ સુધી પ્રથમ વર્ગમાં પ્રવેશ ન મળે પરંતુ આઠ દિવસ પછી અન્ય વર્ગમાં પ્રવેશ મળે છે. તે જ રીતે બાર મુહૂર્ત સુધી સાત નરકમાંથી કોઈ પણ નરકમાં જન્મ થતો નથી, પરંતુ બાર મુહૂર્ત પછી બીજી, ત્રીજી આદિ કોઈ પણ નરકમાં નવા જીવોનો જન્મ થાય છે. આ રીતે એક નરક પૃથ્વીના ઉપપાત વિરહકાલથી સમુચ્ચય નરકગતિનો ઉપપાત વિરહકાલ અલ્પ સમયનો છે. નોસનેમાપ્પુિ પયળ :– જ્યોતિષ્ક અને વૈમાનિક આ બંને પ્રકારના દેવોના મૃત્યુ માટે ‘ચ્યવન’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ચ્યવનનો અર્થ છે નીચે આવવું. જ્યોતિ દેવો તિરછાલોકની આપણી આ પૃથ્વીથી ઉપર છે અને વૈમાનિક દેવો ઊર્ધ્વલોકમાં છે. ત્યાં રહેલા તે દેવો મૃત્યુ પામી તિરછાલોકમાં મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયપણે જન્મ ધારણ કરે છે. તે દેવો પોતાના સ્થાનથી(ઉપરથી) નીચે આવે છે, તેથી તેના મૃત્યુને શાસ્ત્રકાર ચ્યવન કહે છે.