Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૮૪
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય, સંસારી જીવો અને સિદ્ધજીવોમાં દૃષ્ટિનું નિરૂપણ છે. વીતરાગ સિદ્ધાંતના જ્ઞાન અને શ્રદ્ધાનની અપેક્ષાએ દષ્ટિના ત્રણ પ્રકાર છે.
(૧) સમ્યગ્દષ્ટિ :- સભ્ય-અવિપરીતા દૃષ્ટિ-વર્ણન વિત્ત્વાનિ પ્રતિ યેષાં તે સભ્ય વૃષ્ટિાઃ । જીવાદિ તત્ત્વો પ્રતિ જેની યથાર્થ દષ્ટિ—શ્રદ્ધા, રુચિ હોય તે સમ્યગ્દષ્ટ છે.
(૨) મિથ્યાર્દષ્ટિ :– સમ્યગ્દષ્ટિથી વિપરીત દષ્ટિ હોય અર્થાત્ જે જીવાદિ તત્ત્વોને યથાર્થ રૂપે જાણતા નથી કે શ્રદ્ધા કરતા નથી, તે મિથ્યાદષ્ટિ છે.
(૩) મિશ્રર્દષ્ટિ :– સભ્ય મિથ્યા પદૃષ્ટિયેમાં તે સમિધ્યાવૃષ્ટિાઃ નિનોવત માવા પ્રતિ વાસીનાઃ। - જે જીવોની દૃષ્ટિ સમ્યક્ પણ ન હોય અને મિથ્યા પણ ન હોય, જે જિનેશ્વરના વચનો પ્રતિ રુચિ કે અરુચિ બંને પ્રકારના ભાવોથી રહિત ઉદાસીન હોય તે મિશ્રદષ્ટિ છે. સંશી પંચેન્દ્રિય જીવોમાં જ મિશ્રદષ્ટિ હોય છે. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. ત્યાર પછી તે જીવ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિને પ્રાપ્ત કરે છે. કોઈ પણ જીવને અપર્યાપ્તાવસ્થામાં મિશ્રદષ્ટિ હોતી નથી. મિશ્રદષ્ટિમાં આયુષ્યનો બંધ થતો નથી કે જીવનું મૃત્યુ પણ થતું નથી.
આ ત્રણે દષ્ટિ પરસ્પર પ્રતિપક્ષી અર્થાત્ એક જીવમાં એકી સાથે તે દૃષ્ટિઓ હોતી નથી પરંતુ એક સમયમાં કોઈ પણ એક દષ્ટિ જ હોય છે. સમૂહની અપેક્ષાએ અર્થાત્ દંડક આદિમાં બે-ત્રણ દષ્ટિ હોય છે. નાર–દેવોમાં દૃષ્ટિ :– સમૂહની અપેક્ષાએ નારકી તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ આ પ્રત્યેક દંડકમાં ત્રણ-ત્રણ દષ્ટિ હોય છે અને એક જીવને પણ એક ભવમાં ત્રણ દષ્ટિ હોઈ શકે છે પરંતુ દરેક જીવને એક સમયમાં એક દષ્ટિ જ હોય છે.
અહીં દેવોનું કથન ઠંડક અનુસાર છે પરંતુ તેના અન્ય ભેદોમાંથી ત્રણ કિલ્વીષી અને ૧૫ પરમાધામી દેવોમાં એક મિથ્યાદષ્ટિ હોય છે અને અનુત્તરવિમાનના દેવોમાં એક સમ્યગ્દષ્ટિ જ હોય છે. છ નરકના અપર્યાપ્તમાં બે દષ્ટિ અને સાતમી નરકના અપર્યાપ્તમાં એક મિથ્યાદષ્ટિ હોય છે. સર્વ પર્યાપ્ત નરક અને દેવોમાં ત્રણ દષ્ટિ હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં દૃષ્ટિ – સમુચ્ચય કથનની અપેક્ષાએ આ બંને દંડકના જીવોમાં ત્રણ-ત્રણ દૃષ્ટિ હોય છે. તેમ છતાં ભેદ-પ્રભેદોની અપેક્ષાએ સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં એક મિથ્યાદષ્ટિ અને કર્મભૂમિના સંશી મનુષ્યોમાં ત્રણ દષ્ટિ છે. કર્મભૂમિ અને અકર્મભૂમિના સમસ્ત મનુષ્ય-તિર્યંચ યુગલિકોમાં દૃષ્ટિનું પરિવર્તન થતું ન હોવાથી ત્યાં મિશ્રદષ્ટિ હોતી નથી. તેઓને બે દષ્ટિ હોય છે, પરંતુ ખેચર તિર્યંચ યુગલિકમાં એક મિથ્યાદષ્ટિ હોય છે. પ૬ અંતરદ્વીપના સમસ્ત યુગલિક તિર્યંચ કે મનુષ્યમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે. પાંચ સ્થાવરમાં દૃષ્ટિ :– પાંચ સ્થાવર જીવોમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે. તેમાં આત્મવિકાસ કે વિશિષ્ટ પુરુષાર્થના અભાવે સમ્યગ્દષ્ટિ અને મિશ્રદષ્ટિનો નિષેધ છે.
ત્રણ વિકલેન્દ્રિયોમાં દૃષ્ટિ :- તેમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે દષ્ટિ હોય છે, કોઈ જીવ સમ્યગ્દર્શનથી પતિત થતાં મિથ્યાત્વને પ્રાપ્ત થાય તે પહેલાં આયુષ્ય પૂર્ણ કરીને વિક્લેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ વિકલેન્દ્રિય જીવોની અપર્યાપ્ત દશામાં સાસ્વાદન સમકિત હોય છે. તે સિવાય સમસ્ત અપર્યાપ્તા અને પર્યાપ્તા વિકલેન્દ્રિયોમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે.
સિદ્ધોમાં દૃષ્ટિ :– એક સમ્યગ્દષ્ટિ(ક્ષાયક સમ્યકત્વ) જ હોય છે.