Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 567
________________ | વિસરું પદ : અંતક્રિયા [ ૫૧૩ ] અસંયત ભવિક દ્રવ્યદેવ - જે ચારિત્રના પરિણામથી શુન્ય છે તેને અસંત કહે છે અને ભવિષ્યમાં જે દેવ થવાના છે તે ભવ્ય દ્રવ્ય દેવ કહેવાય છે અર્થાત્ ચારિત્રના પરિણામ રહિત દેવ થવા યોગ્ય જીવને અસંયત ભવ્ય દ્રવ્ય દેવ કહે છે. તેમાં એકથી ચાર ગુણસ્થાનવર્તી મનુષ્ય કે તિર્યંચનો સમાવેશ થાય છે. ભવનપતિથી બાર દેવલોક પર્યત ઉત્પન્ન થનારા જીવોમાં વિવિધ પ્રકારના દ્રવ્ય અને ભાવથી અસંયત-સંસારી જીવોનો સમાવેશ થાય છે અને નવ રૈવેયકમાં ઉત્પન્ન થનારા જીવોમાં દ્રવ્યથી સંયત અને ભાવથી અસંયત ભવ્ય કે અભવ્ય દ્રવ્યલિંગી સાધુનો સમાવેશ થાય છે. આ રીતે આ બોલ ઘણો વિશાળ છે. છટ્ટાથી ચૌદમા પ્રશ્ન પર્યચના સર્વ જીવોનો આ બોલમાં સમાવેશ થઈ જાય છે. તેમ છતાં તે જીવો વિષયક વિશેષ સ્પષ્ટીકરણ માટે પ્રત્યેકના ભિન્ન ભન્ન પ્રશ્નોત્તર છે. સંક્ષેપમાં આત્મશુદ્ધિના લક્ષ્ય વિના, બાહ્ય ક્રિયાકાંડના પાલનથી, અકામ નિર્જરા કરી જે જીવોએ દેવભવમાં ગમન યોગ્ય યોગ્યતા પ્રાપ્ત કરી છે, તેને અસંયત ભવ્ય દેવ કહે છે. અવિરાધક સંયમી - જિનાજ્ઞા અનુસાર સંયમની આરાધના કરનાર અને સમ્યકત્વભાવમાં પરભવનું આયુષ્ય બાંધનાર શ્રમણ અવિરાધક કે આરાધક સંયમી કહેવાય છે. વિરાધક સંયમી :- મહાવ્રતો ગ્રહણ કરી, તેનું સમ્યક પ્રકારે પાલન ન કરનાર અને મિથ્યાત્વભવમાં જ આયુષ્યને બાંધનાર શ્રમણ વિરાધક સંયમી કહેવાય છે. અવિરાધક સંયમસંયમી :- દેશવિરતિપણાને-શ્રાવકપણાને સ્વીકારી જીવનપર્યત અખંડપણે તેનું પાલન કરનાર અને સમકિતમાં આયુષ્ય બાંધનાર આરાધક-અવિરાધક સંયમસંયમી કહેવાય છે. વિરાધક સંયમસંયમી :- દેશવિરતિપણાને સ્વીકારીને સમ્યક પ્રકારે નું પાલન ન કરનાર અને મિથ્યાત્વમાં આયુષ્યને બાંધનાર વિરાધક સંયમસંયમી કહેવાય છે. અસલી:- જેને મનોલબ્ધિ ન હોય તેવા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ અકામ નિર્જરા કરીને દેવગતિમાં વ્યતર સુધી જઈ શકે છે. તાપસ – વૃક્ષના પાન આદિનો આહાર કરીને ઉદર નિર્વાહ કરનાર બાલતપસ્વી. તે દેવગતિમાં જ્યોતિષી સુધી જાય છે. કાંદપિંકઃ- જે સાધુ હાસ્યશીલ હોય. ચારિત્રવેશમાં રહીને વિદૂષકની જેમ અનેક ચેષ્ટાઓ કરે તે કાંદર્ષિક સાધુ કહેવાય. તે પહેલા દેવલોક સુધી જાય છે. ચરમ પરિવ્રાજક - ગેરુ રંગના અને ભગવા રંગના વસ્ત્ર પહેરીને ભિક્ષા દ્વારા આજીવિકા કરનારા | ત્રિદંડી, કચ્છોટક આદિ અથવા કપિલ ઋષિના શિષ્ય. અંબડ પરિવ્રાજક વગેરે. તે પાંચમા દેવલોક સુધી જાય છે. કિવિષિક – જે સાધુ વ્યવહારથી ચારિત્રવાન હોવા છતાં જ્ઞાની, કેવલી, ધર્માચાર્ય અને સર્વ સાધુઓના અવર્ણવાદ બોલે અને પાપમય ભાવનાયુક્ત હોય તે કિલ્વિષિક છે. તે છઠ્ઠા દેવલોક સુધી જાય છે. તિર્યંચઃ- દેશવિરતિ–શ્રાવક વ્રતનું પાલન કરનારા ઘોડા, ગાય આદિ. જેમ નંદમણિયારનો જીવ દેડકાના

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580