Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 566
________________ [ ૫૧૨] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ उवरिमगेवेज्जगेसु, अविराहियसंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे उक्कोसेणं सव्वट्ठसिद्धे। विराहियसंजमाणं जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं सोहम्मे कप्पे, अविराहियसंजमासंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेणं अच्चुए कप्पे, विराहियसंजमासंजमाणं जहण्णेणं भवणवासीसु उक्कोसेणं जोइसिएसु । असण्णीणं जहण्णेणं भवणवासीसु उक्कोसेणं वाणमंतरेसु। तावसाणं जहण्णेणं भवणवासीसु उक्कोसेणं जोइसिएसु । कंदप्पियाणं जहण्णेणं भवण- वासीसु, उक्कोसेणं सोहम्मे कप्पे, चरग-परिव्वायगाणं जहण्णेणं भवणवासीसु उक्कोसेणं बंभलोए कप्पे, किव्विसियाणं जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेणं लंतए कप्पे । तेरिच्छियाणं जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं सहस्सारे कप्पे । आजीवियाणं जहण्णेणं भवणवासीसु उक्कोसेणं अच्चुए कप्पे । एवं आभिओगाण वि । सलिंगीणं दसणवावण्णगाणं जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं उवरिमगेवेज्जएसु। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંયત ભવિક દ્રવ્યદેવ, જેઓએ સંયમની વિરાધના કરી નથી તેવા આરાધક સંયમી જેઓએ સંયમની વિરાધના કરી છે તેવા વિરાધકસંયમી, જેઓએ દેશવિરિતપણાની આરાધના કરી છે તેવા આરાધક શ્રાવક, જેઓએ દેશવિરતિપણાની વિરાધના કરી છે તેવા વિરાધક શ્રાવક, અસંજ્ઞી, તાપસ, કાન્દર્ષિક, ચરક-પરિવ્રાજક, કિલ્વિષિક, તિર્યચ–ગાય આદિ, આજીવિકા મતાનુયાયી, આભિયોગિક(વિધા, મંત્ર, તંત્રઆદિ કરનાર શ્રમણ), સ્વલિંગી (જિનાનુમત વેષવાળા) સાધુ જે સમ્યદર્શનથી પતિત થયેલા હોય તે જીવો, આ બધા દેવલોકમાં ઉત્પન્ન થાય તો ક્યાં-ક્યાં ઉત્પન્ન થઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! અસંયત ભવિક દ્રવ્યદેવની ઉત્પત્તિ જઘન્ય ભવનવાસી અને ઉત્કૃષ્ટ નવમા રૈવેયક દેવોમાં થઈ શકે છે. જેઓએ સંયમની વિરાધના કરી નથી, એવા આરાધક સંયમીનો ઉ૫પાત જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધમાં થઈ શકે છે. સંયમના વિરાધકની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિદેવોમાં અને ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં થાય છે. આરાધક શ્રાવકની ઉત્પત્તિ જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ અય્યત દેવલોકમાં થાય છે. વિરાધક શ્રાવકની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિદેવો અને ઉત્કૃષ્ટ જ્યોતિષ્કદેવોમાં થાય છે, અસંજ્ઞી જીવોની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ વાણવ્યંતરદેવોમાં થાય છે. તાપસોની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ જ્યોતિષ્ક દેવોમાં, કાન્દર્ષિકોની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિમાં અને ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં, ચરકપરિવ્રાજકની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ બ્રહ્મલોક કલ્પમાં, કિલ્વિષિકોની ઉત્પત્તિ જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ લાંતકકલ્પમાં થાય છે. તિર્યંચોની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ સહસારકલ્પમાં, આજીવિકોની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં થાય છે. આ જ પ્રમાણે આભિયોગિક સાધકોની ઉત્પત્તિ પણ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં થાય છે. સ્વલિંગી દર્શન વ્યાપન-સમકિતનું વમન કરેલા પડિવાઈ સમ્યગ્દષ્ટિ જિનાનુમત સાધુલિંગીની ઉત્પત્તિ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ નવમા રૈવેયકદેવોમાં થાય છે. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં ભવિષ્યમાં દેવગતિમાં ઉત્પન્ન થનારા વિવિધ સાધકોની ચર્ચા કરવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580