Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 561
________________ | વિસામું પદ : અંતક્રિયા [ ૫૦૭ ] | ४५ सोहम्मगदेवे णं भंते ! अणंतरं चयं चइत्ता तित्थयरत्तं लभेज्जा? गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा, एवं जहा रयणप्पभापुढविणेरइए । एवं जाव सव्वट्ठ- सिद्धगदेवे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું સૌધર્મકલ્પ-પ્રથમ દેવલોકના દેવ, ત્યાંથી ચ્યવન કરી સીધા મનુષ્ય જન્મ પામીને તીર્થકર થાય છે? ઉત્તર– હે ગૌતમ! રત્નપ્રભાપૃથ્વીની જેમ કેટલાક જીવો તીર્થકર થાય છે અને કેટલાક જીવો તીર્થકર થતાં નથી. આ જ રીતે બીજા દેવલોકના દેવથી લઈને સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીના વૈમાનિક દેવોને માટે જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો તીર્થકર થાય કે ન થાય તે વિષયનું નિરૂપણ છે. પ્રથમ ત્રણ નરકના નૈરયિકો અને વૈમાનિક દેવોમાંથી નીકળી સીધા મનુષ્ય જન્મ પ્રાપ્ત કરનાર જીવો જ તીર્થકર પદ પામી શકે છે. અન્ય સ્થાનેથી મનુષ્યમાં આવનારા જીવો તીર્થકરપદ પામી શકતા નથી. રત્નપ્રભાદિ ત્રણ નરક પૃથ્વીના જે નારકી તથા વૈમાનિક દેવોએ પૂર્વભવમાં તીર્થકર નામકર્મનો બંધ કર્યો હોય, અને તે બંધાયેલું કર્મ ઉદયમાં આવ્યું હોય, તે જ રીતે જીવો તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે અને જેણે પૂર્વે તીર્થકર નામ કર્મનો બંધ જ કર્યો નથી અથવા બંધ કરવા છતાં જેનો ઉદય થયો નથી, તે તીર્થકરપદ પામી શકતા નથી. નારકી અને વૈમાનિક દેવભવ સિવાયના ભવમાંથી આવેલા મનુષ્યો તીર્થકર પદ પામી શકતા નથી. તેમાંથી કેટલાક જીવો અંતક્રિયા કરી શકે છે, કેટલાક જીવો સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યકત્વને પામી શકે છે. જેમકે ચોથી નરકમાંથી નીકળેલા જીવો સામાન્ય કેવળીપણે મોક્ષે જઈ શકે છે અર્થાત તેઓ અંતક્રિયા કરી શકે છે. પાંચમી નરકમાંથી નીકળેલા સર્વવિરતિ, છઠ્ઠી નરકમાંથી નીકળેલા દેશવિરતિ અને સાતમી નરકમાંથી નીકળેલા સમ્યકત્વ પામી શકે છે. ભવનપતિ વ્યંતર, જ્યોતિષી દેવો, પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્ય ભવમાંથી નીકળીને આવેલા મનુષ્યો તીર્થંકર પદ પામી શકતા નથી પરંતુ અંતક્રિયા કરી શકે છે. તેઉકાય અને વાયુકાયના જીવો મરીને મનુષ્ય જન્મ જ પ્રાપ્ત કરી શકતા નથી. ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને, મનુષ્ય જન્મ પામે છે પરંતુ તે જીવો અંતક્રિયા કરી શકતા નથી, તેમ છતાં સર્વવિરતિ ધારણ કરી શકે છે. બતાવું... - હાઉંસૂતરથી બંધાયેલા સોયના ઢગલાની જેમ આત્માની સાથે તીર્થકર નામ ગોત્ર આદિ કર્મોનો સાધારણ સંયોગ થાય તે બદ્ધ કર્મ કહેવાય છે. કૂારું-અગ્નિમાં તપાવ્યા પછી ઘણ વડે ટીપેલા સોયના જથ્થાની જેમ “પૃષ્ટ' (સ્પશ્ય) હોય, નિયત્તારું ઉદ્વર્તનાકરણ અને અપૂવર્તનાકરણ સિવાયના શેષ કરણ જેમાં લાગુ ન પડે – તેવી રીતે કર્મોને વ્યવસ્થાપિત કરવા નિધત્ત' છે. કડાકતકર્મોનિકાચિતસર્વ કરણોને અયોગ્ય કર્યા હોય, પટ્ટવિયામનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સુભગ, આદેય, યશકીર્તિ નામ કર્મ વગેરે નામકર્મની અન્ય પ્રકૃતિઓના ઉદય સાથે કર્મોને પ્રસ્થાપિત કર્યા હોય, ળિવિકા-નિર્વિષ્ટ બદ્ધ કર્મોને તીવ્ર વિપાકજનક કર્યા હોય, નિવિજ્ઞા અભિનિવિષ્ટ બદ્ધ કર્મોને વિશદ્ધ, વિશદ્ધતર અધ્યવસાયથી અતિ તીવ્ર વિપાકજનક કર્યા હોય, મિસ મનાવાડું- બદ્ધ કર્મોને ઉદયાભિમુખ કરેલા હોય, નિખા- કર્મોને વિપાકોદયને પ્રાપ્ત કરેલા હોય, કર્મ પોતાના ફળનું વેદન

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580